ખનીજ માફિયાઓની ખાણોમાં કાર્યવાહીના નામે માત્ર નાટક કરાય છે - પૂર્વ ધારાસભ્ય ઋતિક મકવાણા - At This Time

ખનીજ માફિયાઓની ખાણોમાં કાર્યવાહીના નામે માત્ર નાટક કરાય છે – પૂર્વ ધારાસભ્ય ઋતિક મકવાણા


થાન પંથકમાં થતી કાર્બોસેલની ખનીજચોરી મામલે પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાના પોલીસ અને ખાણ ખનીજ વિભાગ સામે ગંભીર આક્ષેપો કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે એમાંય છેક મંત્રી મંડળ સુધી ખનીજ ચોરીના કડાચાનો લાભ પહોંચી રહ્યા હોવાનો પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરી પર દરોડા પાડવાનું સરકારી તંત્ર નાટક કરી રહ્યા હોવાનો પૂર્વ ધારાસભ્ય દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે જેમાં નાના લોકોની
ખનીજ ચોરી પકડાય પણ રાજકીય લોકોની કાર્બોસેલની ખાણો ચાલે છે ત્યાં કોઈ દરોડા પડવામાં ન આવતા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો આ અંગે પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ આક્રોશ સાથે જણાવ્યું કે, રાજકારણ સાથે જોડાયેલા ખનીજ માફિયાઓની ખાણોમાં મજૂરો દટાય અને મોતને ભેટે છે છતાં કાર્યવાહીના નામે નાટક કરાય છે અને સરકારી તિજોરી પર ખનિજ માફીયાઓ કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડી રહ્યા છે છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી નથી થતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.