સાબરકાંઠા જિલ્લામાં-: લોકસભાની તૈયારીઓ શરૂ,હિંમતનગરમાં કલેક્ટરની અધ્યક્ષતામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમને લઈને રાજકીય પક્ષો સાથે બેઠક યોજાઇ
સાબરકાંઠા જિલ્લામાં-:
લોકસભાની તૈયારીઓ શરૂ,હિંમતનગરમાં કલેક્ટરની અધ્યક્ષતામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમને લઈને રાજકીય પક્ષો સાથે બેઠક યોજાઇ...
------------------------------------------------------------------------------------------------------
સાબરકાંઠામાં-:
લોકસભા-2024ને લઈને તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.ત્યારે સાબરકાંઠા જિલ્લામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંગે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં રાજકીય પક્ષો સાથે શુક્રવારે કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી.મતદાન બુથ પર BLO બેસશે જેને લઈને મતદારો યાદીમાં સુધારણાની કાર્યવાહી હાથ ધરશે તો એક મહિના સુધી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલશે.હિંમતનગર કલેકટર કચેરીમાં કલેક્ટરની અધ્યક્ષતામાં લોકસભાની તૈયારીને લઈને રાજકીય પક્ષો સાથે બેઠક યોજાઈ હતી..
આ બેઠકમાં કલેકટર નૈમેષ દવેએ જણાવ્યુ હતુ કે ભારતના ચૂંટણી પંચ દ્વારા તારીખ 27 ઓકટોમ્બર 2023થી તા.09 ડિસેમ્બર 2023 સુધીના સમયગાળા દરમ્યાન તા.01 જાન્યુઆરી 2024ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કર્યો છે..
જિલ્લામાં ચાર વિધાનસભા મતદાર વિભાગોમાં આ મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા અભિયાન સફળતા બને તેમજ મતદાર યાદીઓ માની ભૂલો સુધારી મતદાર યાદીઓ ક્ષતિરહીત બને તે અંગે જણાવ્યુ હતુ.મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા અભિયાનમાં બુથ લેવલ ઓફિસર તરીકે નિયુક્ત થયેલા શિક્ષકઓ દ્વારા ખાસ મતદારયાદી સુધારણા ઝુંબેશના દિવસો તા.4-5 (શનિવાર અને રવિવાર) નવેમ્બર 2023 અને તા.2-3 ડિસેમ્બરે (શનિવાર અને રવિવાર) 2023એ બુથ ઉપર સવારે 10 કલાક થી સાંજના 05 કલાક દરમિયાન મતદારયાદી સુધારણા અંગેની કામગીરી કરવામાં આવશે..
નવા મતદાર માટે ફોર્મ-6 ભરવું,વિદેશમાં વસતા ભારતીયને મતદાર યાદીમાં સમાવેશ માટે ફોર્મ-6A ભરવું,મતદાર ઓળખકાર્ડ સાથે આધાર લિંક કરાવવા ફોર્મ-6B,મતદારયાદીમાં નામ કમી કરવા ફોર્મ-7 ભરવું,મતદારયાદીમાં સરનામું,વિગતો બદલવા માટે ફોર્મ-8 ભરવા જેવી કામગીરી કરવામાં આવશે.વધુમાં મતદાર યાદીમાં સુધારા-વધારાની પુછપરછની વિગતો માટે હેલ્પ લાઇન 1950 નંબર પર સંપર્ક કરવો. તેમજ ઓન લાઈન અરજી કરી શકાશે.આ બેઠકમાં વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ,નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જય પટેલ,નાયબ મામલતદાર અશોકભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર-:
શાહબુદ્દીન શિરોયા
સાબરકાંઠા.....
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.