વૃંદાવન સોસાયટીમાં મોબાઈલ ચોરનો તરખાટ: બે ઘરમાંથી ત્રણ ફોનની ચોરી
વૃંદાવન સોસાયટીમાં મોબાઈલ ચોર ત્રાટકયા હતાં. અને બે ઘરમાંથી ત્રણ મોબાઈલ ફોનનો ચોરી કરી નાસી છૂટતાં આજીડેમ પોલીસ દોડતી થઈ હતી. બનાવ અંગે કોઠારીયા સોલ્વન્ટમાં વૃંદાવન સોસાયટીમાં રહેતાં કરણભાઇ મોહનભાઇ ચૌહાણ (ઉ.વ.45) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ કોઠારિયા સોલ્વટમા આવેલ
જે.કે.ઇન્ડસ્ટ્રીઝમા હાર્ડવેરના કારખાનામાં મજુરી કામ કરે છે. ગઇ તા.23 ના રોજ રાત્રીના તેઓ પત્ની અને બાળકો સાથે શેરીમા ગરબી જોવા માટે ગયેલ હતા અને ત્યાથી ગરબી પુર્ણ થતા ઘરે આવી તેનો અને તેના પત્નીનો મોબાઇલ ફોન ઘરની અંદર સેટી ઉપર ઓશીકા નીચે મુકી સુઇ ગયેલ હતા.બાદમાં સવારમાં જોયું તો ઘરનો દરવાજો ખુલ્લો હતો અને બન્ને મોબાઇલ ફોન મને જોવા મળેલ નહિ, ઘરમાં તપાસ કરતાં મોબાઈલ ફોન મળી આવેલ ન હતા.
તેમજ તેમની શેરીમાં રહેતાં જયદિપભાઇ ભુપતભાઇ પરમારનો મોબાઈલ ફોન પણ ચોરી થયાનું જાણવા મળ્યું હતું. જેથી ફરિયાદી અને તેની પત્નીનો તેમજ તેમની શેરીમાં રહેતાં એક વ્યક્તિનો મોબાઈલ મળી કુલ ત્રણ મોબાઈલ રૂ.43390 નો મુદ્દામાલ ચોરી અજાણ્યાં શખ્સ નાસી છૂટ્યાની ફરિયાદ નોંધાવી હતી.બનાવ અંગેની ફરિયાદ પરથી આજીડેમ પોલીસે ગુનો નોંધી મોબાઈલ ચોરને પકડવા તજવીજ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.