અંધકાર પર અજવાળાનો વિજય, અસત્ય પર સત્યનો વિજય અને આસુરી શક્તિ પર દૈવી
અંધકાર પર અજવાળાનો વિજય, અસત્ય પર સત્યનો વિજય અને આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનું પર્વ દશેરાની મંગલ શુભકામનાઓ સાથે દશેરા પર્વ પર શસ્ત્ર પૂજન ની વિશેષ મહિમા અને પરંપરા છે. જેથી આજ રોજ વિજયા દશમી ના પાવન પર્વ નિમીત્તે સાબરકાંઠા જિલ્લા દ્વારા શસ્ત્ર પૂજન અને અશ્વ પૂજન નું આયોજન પોલીસ મુખ્ય મથક હિંમતનગર ખાતે કરવામાં આવ્યુ. જેમાં ડીવાયએસપી શ્રી સ્મિત ગોહિલ સાહેબ દ્વારા અન્ય પોલીસ અધિકારીઓ, કર્મચારીઓની હાજરીમાં શસ્ત્ર પૂજન તથા અશ્વ પૂજન કરવામાં આવ્યુ. સાથે સાથે જિલ્લા ના તમામ પોલીસ સ્ટેશન ખાતે થાણા અમલદારો દ્વારા શસ્ત્રપૂજન કરવામાં આવ્યુ અને લોક કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.