શ્રી યોગીરાજ વિદ્યામંદિર બોટાદમાં સંવેદના એક અભિયાન અંતર્ગત અવેરનેસ સેમિનાર યોજાયો
શ્રી યોગીરાજ વિદ્યામંદિર બોટાદમાં સંવેદના એક અભિયાન અંતર્ગત અવેરનેસ સેમિનાર યોજાયો
બોટાદ જિલ્લામાં શિક્ષણમાં સર્વોચ્ચ સંસ્થા સાથે સાથે વિદ્યાર્થીઓના વિકાસ માટે કાર્ય કરતી સંસ્થા શ્રી યોગીરાજ વિદ્યામંદિર બોટાદમાં બોટાદ જિલ્લા પોલીસ,સુરક્ષા સેતુ સોસાયટીનાં સયુંક્ત ઉપક્રમે સંવેદના એક અભિયાન અંતર્ગત અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સેમિનારમાં હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ સુવેરા,SHE TEAM-પોલીસ પાયલ બેન, પોલિસ કોન્સ્ટેબલ-જયંતીભાઈ પરમાર,શ્રીજી એજ્યુકેશન સેવા ટ્રસ્ટ NGO-અજયભાઈ ચૌહાણ અને મિતેશભાઈ અગ્રાવત તથા શાળા ના આચાર્યશ્રી વિરલભાઈ વઢવાણા ઉપસ્થિત રહ્યા હતા.વિદ્યાર્થીઓને ગુડ ટચ અને બેડ ટચ,સાયબર ક્રાઇમ તથા સોશિયલ મીડિયા અંતર્ગત થતાં ક્રાઈમ વિશે સમજૂતી આપવામાં આવી હતી.હેલ્પ લાઈન ડાયલ નંબર 100,108,112,1098,1930 વગેરે અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા.તેમજ શાળાના આચાર્ય વિરલભાઈ વઢવાણાએ સૌનો આભાર માન્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.