જંકસન પ્લોટમાં રહેતાં સર્કીટ હાઉસ મેઈડ સર્વન્ટના મકાનમાં તસ્કરો ત્રાટકયા: દાગીના અને બે મોબાઈલની ચોરી
જંકસન પ્લોટમાં રહેતાં અને સર્કીટ હાઉસમાં મહિલા મેઈડ સર્વન્ટના મકાનમાં તસ્કરોએ ત્રાટકી દાગીના અને બે મોબાઈલ મળી કુલ રૂ.18 હજારના મુદ્દામાલની ચોરી કરી નાસી છૂટ્યાની પ્ર.નગર પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે જંકસન પ્લોટ શેરી નં 11 દ્રારકેશ એપાટમેન્ટ પહેલા માળે રહેતાં મધુબેન સુરેશભાઈ રાણા (ઉ.વ.56) એ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ સર્કીટ હાઉસ મેઈડ સર્વન્ટની નોકરી કરે છે. તેઓ તેના પતિથી અલગ રહે છે. ગઈકાલે અમદાવાદ રહેતાં તેના નણંદ ભાવનાબેન સાંજના તેમના ઘરે આવેલ હોય અને બંને સાથે ભીલવાસમાં આવેલ માતાજીના મઢે મકાનને તાળુ મારી પગે લાગવા ગયેલ હતા.બાદમાં તેઓ બંને ઘરે જતાં રહેલ અને ત્યાં પાર્કિંગમાં ફરિયાદીની રેલનગરમાં રહેતી પુત્રી પણ આવેલ હોય અને બાદમાં ત્રણેય તેમના ફેલેટ પર આવેલ અને ફેલટના દરવાજાનું તાળુ ખોલેલ અને ઘરમાં ગયેલ ત્યારે તેમની નંણદે તેનો મોબાઇલ હોલમાં ચાર્જીંગમાં રાખેલ હતો તે જોવા ન મળતાં ત્રણેય શોધવા લાગેલ હતાં. ત્યારે રસોડા રૂમમાં જોતા જેમા બાલકનીની બારી પડે છે જે બારીનો કાચ તુટેલ જોવામાં આવેલ જે બારીની બાજુમાં રસોડા રૂમનો દરવાજો પડે છે જે દરવાજાની અંદરથી સ્ટોપર મારેલ હતી
તે દરવાજો ખુલ્લો જોવામાં આવેલ હતો. જેથી બેડરૂમમાં આવેલ કબાટ ખોલી જોતા કબાટના અંદરની તીજોરીને લોક મારેલ હતો જે લોક તુટેલ હાલતમાં જોવામાં આવેલ હતો. ખોલી ચેક કરતા તેમાં રાખેલ સોનાની ચુક નંગ-04, ચાંદીની ઝાંઝરી જોડી નંગ 01, ચાંદીના સાંકળા પાતળા જોડી નંગ-02 તેમજ બે મોબાઈલ ફોન મળી રૂ.18 હજારના મુદ્દામાલની અજાણ્યાં તસ્કર ચોરી કરી નાસી છૂટ્યા હતાં.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.