લુણાવાડામા દસમાં દિવસે ભક્તોએ માતાજીના ગરબા વળાવ્યા
મહીંસાગર જીલ્લાના લુણાવાડા શહેરમાં માઇભક્તો દ્વારા પોતાના ઘરે સ્થાપિત કરાયેલા ગરબા આજે વાજતે ગાજતે વળાવવામાં આવ્યા હતા.મહિલાઓએ પોતાના ઘરે સ્થાપિત કરેલા ગરબા વાજતે ગાજતે વળાવ્યા હતા. નવરાત્રિના નવ દિવસ આનંદ ઉલ્લાસ અને આરાધના સાથે ભક્તિ કર્યા બાદ પોતાના ઘરે સ્થાપિત કરેલા ગરબાઓને મહિલાઓએ માથે મૂકી ખુલ્લા મંદિર સુધી પહોંચી ગરબા વળાવ્યા હતા. લુણાવાડા શહેરમાં શ્રી દેવળ માતાજી મંદિર, ખોડિયાર માતાજી મંદિર, શ્રી ઘેલીમાં મંદિર, કાકચિયા ત્રિવેણી સંગમ સહિત વિવિધ માતાજીના મંદિરમાં ગરબા વળાવવામાં આવ્યા હતા.
રિપોર્ટ.ભીખાભાઈ ખાંટ
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.