“આપ” પંચમહાલના કાર્યકરોએ કાલોલમાં વિજયાદશમી ઉજવી
ખરેખર તો સરકારમાં રહેલા ભ્રષ્ટાચાર રુપી રાવણને દહન કરવાની આજે જરૂર છે: દિનેશ બારીઆ
પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આજ રોજ કાલોલ ખાતે પદાધિકારીઓ તથા કાર્યકરોની બેઠક રાખવામાં આવી હતી આ બેઠકમાં વિજયાદશમી પર્વની ઉજવણી જિલ્લા પ્રમુખ દિનેશભાઈ બારીઆની આગેવાની હેઠળ કાલોલ ખાતે કરવામાં આવી.
આજના પ્રસંગે દિનેશ બારીઆએ જણાવ્યું હતું કે, હિન્દુ ધર્મમાં શક્તિ ઉપાસનાનું નવરાત્રી પર્વ બાદ વિજયા દશમી પર્વ મનાવવામાં આવે છે આ વિજયા દશમી પર્વ ભગવાન શ્રી રામ દ્વારા રાવણ વધ કરવામાં આવ્યો હતો તે નિમિત્તે રાવણ દહન કરવાનો કાર્યક્રમ ઉજવવામાં આવે છે અને રાવણમાં રહેલી બુરાઇઓને પોતાના જીવનમાંથી દુર કરવાનો નિશ્ચય, સંકલ્પ લેવાનો અને સમાજને સંદેશો આપવાનો છે પરંતુ આજે આ તમામ બુરાઇઓ શાસનતંત્ર માં જોવા મળે છે તેથી આ બુરાઇઓ વ્યવસ્થામાંથી દુર થવી જોઈએ. ખરેખર તો આજે સરકારમાં રહેલા ભ્રષ્ટાચાર રુપી રાવણનું દહન કરવું જોઈએ, આ ભ્રષ્ટાચાર રુપી રાવણના દસ માથા ભ્રષ્ટાચાર, બેરોજગારી, તાનાશાહી, મોંઘવારી, અશિક્ષા, નબળી સ્વાસ્થ્ય સુવિધાઓ, ખેડૂતોનું શોષણ, મહિલા ઉત્પીડન, ડ્રગ્સ દારૂ, કોમવાદ, જાતિવાદ રુપે સરકારમાં જોવા મળે છે. જેનાથી સામાન્ય જનતા પરેશાન થઈ રહી છે તેથી આ બુરાઇઓનો નાશ કરવો જોઈએ એ માટે જનતાએ શ્રી રામ બનવું પડશે એવું જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ જણાવ્યું હતું.
આજની આ બેઠકમાં જિલ્લા પ્રમુખ દિનેશભાઈ બારીઆ તથા કાલોલ તાલુકા પ્રમુખ વિજયભાઈ રાવલ સહિત જિલ્લા, તાલુકા તથા શહેરના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા
રિપોર્ટર વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.