વહેલી સવારથી લોકો ફાફડા-જલેબી, મીઠાઈ ખરીદવા બજારમાં ઊમટ્યા, ફરસાણના વેપારીઓ એક જ દિવસમાં અઢી કરોડનું વેચાણ કરશે
દેશભરમાં આજે દશેરાનાં પાવન પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટમાં પણ લોકો વહેલી સવારથી ફાફડા-જલેબી અને મીઠાઈઓ ખરીદવા ઊમટી પડ્યા છે. રાજકોટમાં હજારોની સંખ્યામાં દુકાનો આવેલી હોય કરોડો રૂપિયાની કિંમતનાં ફાફડા-જલેબીનું વેચાણ થતું હોવાનો અંદાજ છે. જોકે ચાલુ વર્ષે ભાવમાં ખાસ કોઈ વધારો થયો નથી અને હાલ રૂ. 400થી 800 રૂપિયે કિલોનાં ભાવે ફાફડા-જલેબી વેચાઈ રહ્યા છે. આજે એક જ દિવસમાં અઢી કરોડના ફાફડા-જલેબી વેચાવાનો અંદાજ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.