અમદાવાદ કમિશ્નર ની PCB ની ટીમ દ્વારા ગુજરાતમાં દારૂબંધી ઉપર અંકુશ મેળવવા રાત દિવસ કામગીરી ને મળી વધુ એક સફળતા. - At This Time

અમદાવાદ કમિશ્નર ની PCB ની ટીમ દ્વારા ગુજરાતમાં દારૂબંધી ઉપર અંકુશ મેળવવા રાત દિવસ કામગીરી ને મળી વધુ એક સફળતા.


સરખેજ પો.સ્ટે. વિસ્તારમાં આવેલ ટ્રાંસપોર્ટ ગોડાઉનમાં પતરાના કલરના ડબ્બાઓની આડમાં સંતાડેલ ઉંચા બ્રાન્ડની વિદેશી દારુની બોટલો નંગ-૪૧૨ કિ.રુ .૬, ૫૫,૦૮૦/- મળી કુલ્લે રુપિયા ૧૩,૭૬,૦૮૦/ ના મુદામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડતી પી.સી.બી ટીમ,

પોલીસ કમિશ્નર શ્રી જી.એસ.મલિક સાહેબ નાઓએ અમદાવાદ શહેરમાં પ્રોહી/જુગારની પ્રવૃતિ અટકાવવા સારુ સુચના આપેલ જે આધારે પી.સી.બી. પોલીસ ઈન્સપેકટર શ્રી એમ.સી.ચૌધરી ના માર્ગદર્શન હેઠળ તારીખ ૨૧ ઓક્ટોબર ૨૦૨૩ ના રોજ સ્ટાફના
પો.સબ.ઈન્સ.શ્રી વી.જી.ડાભી,
પો.સબ.ઈન્સ. શ્રી બી.આર.ક્રિશ્ચીયન તથા
મ.સ.ઈ. મહમંદ યુનુસ અસગરઅલી બ.ન.૮૨૧૯,
મ.સ.ઈ. ચેતનકુમાર હિતેષભાઈ બ.ન.૧૩૫૩૮,
અ.હે.કો.મહાવીરસિંહ બળવંતસિંહ બ.ન.૪૬૧૧,
અ.હે.કો વિજેન્દ્ર ભંવરલાલ બ.ન.૪૧૪૩,
અ.હે.કો.પરાક્રમસિહ ભગવાનભાઈ બ.ન.૪૫૭૪,
અ.હે.કો.જયપાલસિંહ વિજયસિંહ બ.ન.૩૭૬૯,
અ.હે.કો.મનહરસિંહ નહારસિહ બ.ન. ૩૭૬૧,
અ.હે.કો ધર્મેન્દ્રસિહ હરિશચન્દ્રસિંહ બ.ન.૩૯૩૭,
અ.પો.કો.મહિપતસિંહ ઉદેસિંહ બ.ન.૯૯૧૮, અ.પો.કો.વિજય અજમલભાઈ બ.ન.૮૦૦૩ તથા અન્ય સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન પોલીસ ઈન્સપેકટર શ્રી એમ.સી.ચૌધરી નાઓને મળેલ ચોકકસ બાતમી હકીકત આધારે સરખેજ ઉજાલા સર્કલ પાસે સાગર એસ્ટેટની અંદર આવેલ એસર ગ્રીન કેરીઝ પ્રા.લી નામના ગોડાઉનની આગળ પડેલ કલરના પતરાના ડબ્બાઓમા કલરના પાઉચ નીચે લાકડાના ભુસામાં સંતાડેલ ઉંચા બ્રાન્ડની વિદેશી દારુની બોટલો નંગ ૪૧૨ કિ.રુ.૬,૫૫,૦૮/- તથા અન્ય મુદામાલ મળી કુલ્લે રુપિયા ૧૩,૭૬,૦૮૦/-ના મુદામાલ સાથે ત્રણ આરોપીઓને પકડી લઈ તેમની તથા અન્ય વિરુધ્ધમા કાયદેસરની કાર્યવાહી કરી સરખેજ પો.સ્ટે. ખાતે પાર્ટ સી
૧૧૧૯૧૦૪૮૨૩૦૮૯૨૪૪૨૦૨૩ પ્રોહિ એક્ટ કલમ ૬૬(૧)(બી), ૬૫(એ)(ઈ),૧૧૬(૧)(બી),૮૧,૮૩,૯૮(૨) મુજબ ગુનો રજીસ્ટર્ડ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે,

નોંધ: આ કામનાં પકડાયેલ આરોપીઓ પૈકી માધુસિંહ દેવીસિંહ રાજપુત નાએ નહી પકડાયેલ આરોપીઓ લક્ષ્મણસિંહ સિસોદિયા તેમજ ઈશ્વર રાજપુત નાઓ પાસેથી વિદેશી દારુનો જથ્થો મંગાવતા તેઓએ દિલ્હી ખાતે આવેલ શ્રી રામ એન્ટરપ્રાઈઝ નામની કંપનીના નામે કલરના પતરા ડબ્બાઓની આડમાં કલરના ડબ્બામાં પાઉચ તેની નીચે લાકડાના ભુસામાં વિદેશીદારુની સીલ બંધ બોટલો મુકી સંતાડી તેનુ પેકિંગ કરી પોલીસની નજરથી બચવા માટે ટ્રાસંપોર્ટરને પણ ખબર ન પડે તેરીતે ટ્રાંસપોર્ટ મારફતે મંગાવી વિદેશીદારુની હેરાફેરી કરતા હતા,

પકડાયેલ આરોપીઓ :
(૧) માધુસિંહ દેવીસિંહ રાજપુત રહે.૧૦૩, ગણેશાય રેસીડેન્સી, સંતરામવાડી પાસે, કરમસદ, જી- આંણદ

(૨) રજાકખાન મજીદખાન પઠાણ રહે.બાકરોલ કોલોની, મહાદેવ મંદિરની સામે, બાકરોલ, તા.જી.- આંણદ

(3) રિઝવાન @ લાલો સફીમહંમદ વોરા (સુન્ની) રહે. બાકરોલ કોલોની, મહાદેવ મંદિરની સામે, બાકરોલ, તા.જી.- આંણદ

નહી પકડાયેલ આરોપી :
(૧) અશોક બારોટ રહે.ગામ- મલાણા બર્નાસકાંઠા

(ર) લક્ષ્મણ લાલસિંહ સિસોદિયા રહે. ગામ- અઠવાસ તા.- સરાડા જી.-ઉદેપુર રાજસ્થાન

(૩) ઈશ્વર રાજપુત રહે.સદર
ગુનાની જગ્યા : સરખેજ ઉજાલા સર્કલ પાસે સાગર એસ્ટેટની અંદર આવેલ એસર ગ્રીન કેરીઝ પ્રા.લી. નામના ગોડાઉનની આગળ જાહેરમાં પકડાયેલ મુદામાલ :

(૧) પરપ્રાંતની વિદેશી દારુની બોટલો નંગ ૪૧૨ કિ.રુ.૬,૫૫,૦૮૦/-

(૨) મો.ફોન નંગ ૩ કિ.રુ.૨૧,૦૦૦/

(૩)બ્રેજા કાર નંબર GJ-24-AF-5408 કિ.રુ.1,00,00૦/- (૪) ૨ ફુટના પતરાના પીપળા(ડબ્બા) નંગ ૫૨ કિ.રુ.૦૦ મળી કુલ્લે રુપિયા
રુપિયા ૧૩,૭૬,૦૮૦/ ની મત્તાનો મુદામાલ કાયદેસર ની કાર્યવાહી કરી જપ્ત કરેલ છે.

Report by :- Keyur Thakkar Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.