શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર- સાળંગપુર ખાતે વિજયાદશમી(દશહરા)એ ભવ્ય શસ્ત્ર,શાસ્ત્ર,પ્રકૃતિ પૂજાનું ભવ્ય આયોજન
વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી વિજયાદશમીએ ભવ્ય શસ્ત્ર સાથે શાસ્ત્ર અને પ્રકૃતિ પૂજન માટે મંદિરના સંતો અને હરિભક્તો દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. ઉત્સવ અંતર્ગત 5100 તલવાર, 5100 તુલસીના કુંડા, 5100 શ્રીમદ્ ભગવત ગીતાજી, 5100 શિક્ષાપત્રી અને 5100 હનુમાનજીની મૂર્તિનું પૂજન કરવામાં આવશે
'હિન્દુ પરંપરામાં વિજયાદશમીએ ભગવાન શ્રીરામે રાવણનો વધ કર્યો હતો. આમ આ રીતે દશેરાને વિજય પર્વ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત તેને વિજયાદશમી ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે આપણા દેશમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર વિજયાદશમીના દિવસે પોતાના ઘરમાં રહેલા શસ્ત્રોનું પૂજન કરે છે આ બહુ સહજ પારંપરિક રીતે હજારો વર્ષોથી ચાલી આવતી પરંપરા છે. સાંપ્રત સમયમાં લોકો વિજયાદશમીના દિવસે પોતાના ઘરમાં પૂજા સ્થાનમાં રહેલા શસ્ત્રોની પૂજા કરે છે જે આપણી ભારતીય પરંપરાનું અથવા તો શૂરવીરતાનું પ્રતિક છે. પરંતુ સામૂહિક રીતે બધાને પ્રેરણા મળે એના માટે સામૂહિક વિજયા દશમી પૂજનનું આયોજન કર્યું છે આ ઉત્સવનું યજમાન પદુ શ્રી સ્વામિનારાયણ ગોકુલધામ-નારના સ્વામી શુકદેવપ્રસાદદાસજી તથા હરિકેશવદાસજીની પ્રેરણાથી ભક્તો દ્વારા કરવામાં આવ્યું છે
સાળંગપુર શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના પટાંગણમાં શસ્ત્ર, શાસ્ત્ર અને પ્રકૃતિની વિશિષ્ટ પૂજા થશે. આ પૂજામાં ત્રણ વસ્તુ એટલે કે, વિજયા દશમીનું પૂજન, પ્રકૃતિની પૂજા એટલે તુલસી માતા, શ્રીમદ્ ભગવદ્ ગીતાજી, શિક્ષાપત્રી અને હનુમાનજીની પ્રાસાદિક તલવારનું પૂજન કરવામાં આવશે તુલસીના કુંડા છે તેની ચારે બાજુ મહાદેવજી, કૃષ્ણ ભગવાન, ગણેશજી અને લક્ષ્મીજી છે.આ ઉપરાંત હનુમાનજી મહારાજની જે મૂર્તિ છે એ 10 ઇંચ બાય 12 ઇંચની છે જેનું સાળંગપુરમાં સાંજે 4 થી 7 વાગ્યા દરમિયાન પૂજન કરવામાં આવશે.''
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતેથી દાદાના ભક્તોને પરિવાર સાથે સંતોના સાનિધ્યમાં વિજયાદશમી પૂજનમાં જોડાવા હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.