દાદા બાપુ ધામ પચ્છમ થી શ્રી ઠાકોરજી ની જાન ધંધુકા જવાની છે. તે પૂજ્ય ઠાકોરજી ના દર્શન યાત્રા પ્રવાસ કાર્યક્રમ નીચે મુજબ છે.
તા.૩૦/૧૦/૨૩ ને સોમવારે મોટા મંદિર લીમડી થી રાત્રે દ્વારિકા જવા રવાના
તા.૩૧/૧૦/૨૩ ને મંગળવારે વેહલી સવારે દ્વારિકાધીશ મંદિર ની મંગળા આરતી માં ઠાકોરજી નિજ મંદિર માં ગર્ભ ગૃહ માં બિરાજ માન થશે અને આરતી બાદ ઠાકોરજી દ્વારિકા થી નીકળી અને સાંજે ૪:૦૦ વાગે નાના કેરાળા તા.વઢવાણ પોહચશે ત્યાં ઠાકોરજી ને સાથે લઈ ને પૂ.વિજયસિંહ બાપુ પધારશે જ્યાં સમસ્ત ગ્રામજનો શોભા યાત્રા સ્વરૂપે સ્વાગત કરી પૂજન કરશે અને રાત્રે રાસ ગરબાની રમઝટ થશે અને ત્યાં રાત્રી રોકાણ કરશે તા.૧/૧૧/૨૩ ને બુધવારે નાના કેરાલા થી નીકળી ઠાકોરજી સવારે ૯:૩૦ વાગે લીમડી પધારશે ત્યાં અઢી આકરી મેલડી માં ના મહંત શ્રી શાંતિલાલ અને સમસ્ત લીમડી ના નગર ના ધર્મ પ્રેમી જનો અને પૂજ્ય લાલ દાસ બાપુ મોટા મંદિર અને વિશાળ સંખ્યામાં ઢોલ નગારા અને બેન્ડ વજા અને ભરવાડ સમાજ ની જુદી જુદી રાસ મંડળીએ દ્વારા લીમડી નગર પરિભ્રમણ માં નીકળશે જેમાં પૂ.લાલ દાસ બાપુ અને ભૂવા શ્રી શાંતિલાલ અને વીર ભૂષણ વિજયસિંહ બાપુ પણ કલાત્મક રથ માં બિરાજી અને ઠાકોર જી ની સાથે સાથે નગર પરી ભ્રમણ માં જોડાશે અને અને ત્યાં બપોર નો ભોજન પ્રસાદ લેશે તા.૧/૧૧/૨૩ ને બુધવારે દિવસે ૨:૦૦ વાગે લીમડી થી નીકળી અનેપાણશીણા જ્યાં શોભાયાત્રા થશે અને આજ દિવસે ૪;૦૦ વાગે ત્યાં થી નીકળી અને સાંજે ૫:૦૦ વાગે શ્રી અમર ધામ છલાળા પૂ .ભક્ત ભૂષણ જનક સિંહ સાહેબ અને ગ્રામજનો અને બલાળા અને જોબાળા ગામના ભાવિક ભક્ત જનો શોભાયાત્રા નું આયોજન કરી ઠાકોર જી નું પૂજન કરશે અને ઠાકોર જી અહી રાત્રી રોકાણ કરશે તા.૨/૧૧/૨૩ ને ગુરુવારે સવારે ૯:૦૦ વાગે નાગનેશ પધારશે ત્યાં નિશાળ વાળા દરવાજે થી ગ્રામ જનો અને પૂજ્ય મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રીપતિતપાવન દાસજી બાપુ શોભાયાત્રા સ્વરૂપે ઠાકોર જી ને મોટા રામજી મંદિર લઈ જશે ત્યાં ઠાકોરજી નું પૂજન થશે અને નાગનેશ થી નીકળી અને ઠાકોર જી ૧૦:૦૦ વાગે રાયકા પધારશે ત્યાં ગ્રામજનો ઠાકોર જી ની શોભાયાત્રા માં જોડાશે અને ત્યાં ઠાકોરજી નું પૂજન થશે અને ત્યાં થી ઠાકોર જી ૧૧:૦૦ વાગે ફતેપુર પધારશે અને ફતેપુર થી ઠાકોરજી ૧૨:૩૦ વાગે નિજ નિવાસ શ્રી દાદા બાપુ ધામ પધારશે આ યાત્રા માં જોડાવા સહુ ભાવિક ભક્ત જનો ને વિનતી કરવામાં આવે છે.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.