પાળીયાદ ગામે “સ્વચ્છતા હી સેવા” કેમ્પઈન અંતર્ગત શ્રી વિસામણ બાપુની જગ્યા અને આસપાસના પરિસરમાં સફાઈ ઝુંબેશ
સ્વચ્છતા હી સેવા અભિયાન સાથે જોડી સમગ્ર ગુજરાતને સ્વચ્છ- સુઘડ બનાવવાની નેમને ચરિતાર્થ કરવા સ્વચ્છતા હી સેવા અભિયાન સફળ થઈ રહ્યું છે. બોટાદ તાલુકાના પાળીયાદ ગામે "સ્વચ્છતા હી સેવા" કેમ્પઈન અંતર્ગત શ્રી વિસામણ બાપુની જગ્યા અને આસપાસના પરિસરમાં સફાઈ કરવામાં આવી હતી. જેમાં SBM-G સ્ટાફ અને તલાટી મંત્રી તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા.
રાજ્યમાં ચાલી રહેલા વિવિધ સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમોને આગામી વધુ બે મહિના સુધી એટલે કે તા.૧૫ ઓક્ટોબર થી ૧૬ ડિસેમ્બર-૨૦૨૩ સુધી લંબાવવામાં આવ્યુ છે. ત્યારે વિવિધ પ્રવૃતિઓના ભાગરૂપે તા.૧૬ ઓક્ટોબર થી ૨૧ ઓક્ટોબર દરમ્યાન રાજ્યભરના શહેર અને ગ્રામ્ય વિસ્તારના તમામ મ્યુઝિયમ, હેરિટેજ બિલ્ડિંગ, પુરતત્વીય સાઇટ, મહાપુરુષોની પ્રતિમા, નદી, તળાવ, પાણીના સ્ત્રોતો, સમુદ્ર કિનારાની સફાઇ વિશેષ 'સફાઈ અભિયાન' અંતર્ગત હાથ ધરવામાં આવી રહી છે.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.