ભરૂચ તાલુકા કક્ષાનો મારી માટી મારા દેશ કાર્યક્રમ ધારાસભ્યની ઉપસ્થિતિમાં તાલુકા પંચાયત ખાતે યોજાયો - At This Time

ભરૂચ તાલુકા કક્ષાનો મારી માટી મારા દેશ કાર્યક્રમ ધારાસભ્યની ઉપસ્થિતિમાં તાલુકા પંચાયત ખાતે યોજાયો


ભરૂચ તાલુકા કક્ષાનો મારી માટી મારા દેશ કાર્યક્રમ ધારાસભ્યની ઉપસ્થિતિમાં તાલુકા પંચાયત ખાતે યોજાયો

મેરી માટી મેરા દેશ કાર્યક્રમના ગ્રામ્ય કક્ષાએથી એકત્ર થયેલ અમૃત કળશ એક અમૃત કળશમાં એકત્ર કરવા માટે તાલુકા પંચાયત ખાતે યોજાયો હતો. આ અમૃત કળશ રાજ્ય કક્ષાએ યોજાનાર કાર્યક્રમ તેમજ ત્યારબાદ દિલ્હી ખાતે ભારતના વડાપ્રધાન શ્રીની ઉપસ્થિતિમાં આયોજીત થનાર કાર્યક્રમમાં અમૃત કળશ લઈ જનાર છે.
સદર કાર્યક્રમમાં ભરૂચ તાલુકાના તમામ ગામોમાંથી સરપંચ તેમજ તલાટી તમામ ગામોમાંથી એકત્ર થયેલ અમૃત માટી કળશ સાથે હાજર રહ્યા હતા.
સદર કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ પોતાના વક્તવ્ય દ્વારા કાર્યક્રમમાં હાજર રહેલ તમામ તલાટી તેમજ સરપંચ શ્રીઓને પ્રેરિત કર્યા હતા.
સદર કાર્યક્રમમાં ધર્મેશભાઈ મિસ્ત્રી,જિલ્લા પંચાયત કારોબારી સભ્ય,કૌશિકભાઈ પટેલ,ભરૂચ તાલુકા પ્રમુખ,રણજીતભાઈ પટેલ,ભરૂચ તાલુકા પંચાયત ઉપ પ્રમુખ,નીતાબેન,તાલુકા પંચાયત કારોબારી સભ્ય,તેમજ સુબ્રતા ઘોષ,ડેપ્યુટી ડાયરેકટર,નેહરુ યુવા કેન્દ્ર ભરૂચ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.