સોની બજારમાં જવેલરી ભરવાના બોક્સની દુકાનમાં આગ ભભૂકી: જાનહાની ટળી - At This Time

સોની બજારમાં જવેલરી ભરવાના બોક્સની દુકાનમાં આગ ભભૂકી: જાનહાની ટળી


સોની બજારમાં જ્વેલરી ભરવાના બોક્સની દેવ જ્વેલર્સ નામની દુકાનમાં આગ ભભૂકી ઉઠતાં દોડી આવેલ ફાયર બ્રીગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેતા જાનહાની ટળી હતી. પ્રાપ્ત વિગત મુજબ સોની બજારમાં જુની ગંધીવાડમાં મુરલીધર કોમ્પ્લેક્ષ દુકાન નં.4માં આવેલ દેવ જ્વેલર્સ નામની દુકાનમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. દુકાન બહાર ધુમાડો નીકળતા ત્યાં બાજુમાં યોજાતી વાઘેશ્વરી ગરબીના આયોજક કિશનભાઇ બારભાયાએ બેડીપરા ફાયરબ્રીગેડને જાણ કરતાં ઘટના સ્થળે ફાયર બ્રીગેડની ટીમ દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આગની ઘટનામાં કોઇ જાનહાની થઇ ન હતી. બાદમાં દોડી આવેલ દુકાન માલિક પીનલભાઇ હર્ષદભાઇ સોનીએ જણાવ્યું હતું કે તેની દુકાનમાં જવેલરી ભરવા માટેના બોક્સનું વેચાણ કરતા હતા. આગમાં ઘણા બોક્સ સળગી ગયાનું બહાર આવ્યું હતું. આગ બુઝાવવામાં ફાયર બ્રીગેડના પંકજ ટાંક, કમલેશભાઇ ઋતુરાજસિંહ અને ગજરાજસિંહ સહિતનાઓએ કામગીરી કરેલ હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.