વેજળકા અને ચારણકી ગામે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની મુલાકાતે જિલ્લા વિકાસ અધિકારી
ડીડીઓ અને તેમની ટીમે ખેડૂતો સાથે વાર્તાલાપ કરી કુદરતી ખેતી સાથે તેમની તકનીકો અને અનુભવો વિશે સમજ મેળવી
બોટાદ જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાનિયાએ રાણપુર તાલુકાના વેજળકા અને ચારણકી ગામે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની વાડીની મુલાકાત લીધી હતી આ વેળાએ જિલ્લા ખેતીવાડી અધિકારી બી.આર.બલદાણીયા, મદદનીશ ખેતી નિયામક કે. બી.રમણા સહિત જિલ્લા ખેતીવાડી વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા
ડીડીઓશ્રી અને તેમની ટીમે ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો હતો અને કુદરતી ખેતી સાથે તેમની તકનીકો અને અનુભવો વિશે સમજ મેળવી હતી કુદરતી ખેતી, જેને ઓર્ગેનિક અથવા ઝીરો-બજેટ ફાર્મિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે પરંપરાગત પદ્ધતિઓ પર આધાર રાખે છે અને રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ઉપયોગને ટાળે છે તેનો હેતુ જમીનની તંદુરસ્તી જાળવવા, પાકની સ્થિતિસ્થાપકતા વધારવા અને રસાયણ મુક્ત, પૌષ્ટિક ખોરાકનું ઉત્પાદન સુનિશ્ચિત કરવાનો છેઆમ, અધિકારીઓની આ મુલાકાત થકી પ્રાકૃતિક કૃષિ મુદ્દે માહિતીનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.