વેરાવળથી બાંદ્રા ટર્મિનસ સુધી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન દોડશે - At This Time

વેરાવળથી બાંદ્રા ટર્મિનસ સુધી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન દોડશે


વેરાવળથી બાંદ્રા ટર્મિનસ સુધી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન દોડશે

રેલ્વે બોર્ડે પશ્ચિમ રેલ્વે ભાવનગર ડિવિઝનના વેરાવળ સ્ટેશનથી બાંદ્રા ટર્મિનસ સુધી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન ચલાવવાની મંજૂરી આપી છે. વેરાવળ-બાંદ્રા એક્સપ્રેસ ટ્રેન દર શુક્રવારે વેરાવળ રેલવે સ્ટેશનથી બાંદ્રા ટર્મિનસ સ્ટેશન સુધી દોડશે. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ શ્રી મશૂક અહમદના જણાવ્યા અનુસાર આ ટ્રેનનું વિગતવાર માહિતી નીચે મુજબ છે:-વેરાવળ-બાંદ્રા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન(19204)વેરાવળથી દર શુક્રવારે 17.15 કલાકે ઉપડશે અને બીજા દિવસે શનિવારે બાંદ્રા ટર્મિનસ 15.50 કલાકે પહોંચશે. તેવી જ રીતે, બાંદ્રા-વેરાવળ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન(19203)બાંદ્રા ટર્મિનસ સ્ટેશનથી દર શનિવારે 19.25 કલાકે ઉપડશે અને બીજા દિવસે રવિવારે 13.10 કલાકે વેરાવળ પહોંચશે.આ ટ્રેનમાં ફર્સ્ટ એસી,એસી 2 ટાયર,એસી 3 ટાયર,સ્લીપર અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ સામેલ હશે.આ ટ્રેન જૂનાગઢ,જેતલસર,વડીયા દેવળી,કુંકાવાવ,લુણીધાર,ચીતલ,ખીજડીયા,લાઠી,ઢસા,ધોળા,બોટાદ,ધંધુકા,સરખેજ,અમદાવાદ,નડિયાદ,આણંદ,વડોદરા,અંકલેશ્વર,સુરત,વાપી અને બોરીવલી સ્ટેશનો પર બન્ને દિશામાં રોકાશે.

રિપોર્ટ અસરફ જાંગડ
બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.