રાજનગર ચોક નજીક આવારા તત્વોનો આતંક: દુકાનદાર બંધુ પર સોડા બોટલના છુટા ઘા કર્યા
રાજનગર ચોક નજીક આવારા તત્વોએ આતંક મચાવી દુકાનદાર બંધુ પર સોડા બોટલના છુટા ઘા કરી દુકાન ખોલસો તો જાનથી મારી નાંખીસ તેવી ધમકી આપતા કરણ બોરીચા સહિત ચાર શખ્સો સામે માલવીયનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે 150 ફૂટ રીંગરોડ પર ગોવર્ધન ચોક પાસે રહેતાં ગોપાલભાઇ રવજીભાઇ ટોયટાએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે કરણ બોરીચા, નીરજ દેવડા, સોનુ ચૌહાણ અને જયેશ રાઠોડનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ નાનામવા રોડ રાજનગર ચોક નજીક પનઘટ ડીલકસ પાનની દુકાન ધરાવી નાનાભાઇ સાથે ભાગીદારીમાં વેપાર કરે છે.
ગઇકાલે રાત્રીના આશરે અગીયાર વાગ્યાની આસપાસ હું તથા મારો નાનો ભાઇ રાજુ દુકાન પર હતા તે દરમ્યાન કરણ બોરીચા તથા તેની સાથે નિરજ દેવડા, સોનુ ચૌહાણ, જયેશ રાઠોડ દુકાન પર ફાકી ખાવા આવેલ હતા. તેઓ દુકાન પાસે ઉભા હતા ત્યારે દુકાન પાસે ખાલી સોડા બોટલનુ ગાલ પડેલ હતુ. તે નીચે પડી જતા તેઓએ કરણ બોરીચાને કહેલ કે, જરાક ધ્યાન તો રાખો સોડાની બોટલો ફુટી જશે.
તો કરણ બોરીચા તેઓને ગાળો આપવા લાગતા તેને ગાળો આપવાની ના પાડતાં કરણ બોરીચા તથા તેના મીત્રો તેઓ બંને ભાઈઓને કહેવા લાગેલ કે, અમો તમારી સારાવાટ નહીં રહેવા દઇએ તેમ કહી કરણ બોરીચા તથા તેની સાથેના શખ્સો દુકાન પાસે પડેલ સોડા બોટલનુ ગાલુ લઇને બંને ભાઈઓ પર સોડા બોટલોના છુટ્ટા ઘા કરવા લાગેલ હતાં અને કરણ કહેતો હતો કે, હવે તમે દુકાન ખોલો તો હું તમને જા નથી મારી નાખીશ.
દરમિયાન બનાવ સ્થળે લોકો એકઠાં થઈ જતાં હુમલો કરનાર શખ્સો નાસી છૂટ્યા હતાં. બનાવમાં ફરિયાદીને સામાન્ય ઇજા પહોંચી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી માલવીયનગર પોલીસે ગુનો નોંધી વિસ્તારમાં અશાંતિ ફેલાવનાર શખ્સોની શોધખોળ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.