વિસાવદર લાંબા વિરામ બાદ મેઘરાજાનુ આગમન.
વિસાવદર લાંબા વિરામ બાદ મેઘરાજાનુ આગમન. વિસાવદર આજે લાંબા સમયના વિરામ બાદ આજે વિસાવદર તેમજ આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થયુ હતું. છેલ્લા કેટલાક દિવસથી લોકો ગરમી અનુભવ કરી રહ્યા હતા. ત્યારે, આજે 3 :45 ની આજુ બાજુમાં હળવા પપવન સાથે વરસાદ વરસાવા લાગ્યો હતો. હાલ આવતી કાલે નવરાત્રી મહોત્સવ આવી રહ્યો છે. ત્યારે ગરબે રમવા ઉત્સુક ખેલૈયા પણ મુંજવણ અનુભવી ર્રહ્યા છે. સાથે સાથે ખેડૂતોનો પાક જેવા કે, મગફળી, સોયાબીન, કપાસ વગેરે હાલ પાક ઉપર આવી ગયા છે ત્યારે આ વરસાદથી ઉભા પાકને નુકશાન થવાની પુરી સંભાવના છે. માટે હાલ તો આ વરસાદથી ખેડૂતો પણ મુંજાવણમાં મુકાઈ ગયા છે. રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.