મહીસાગર જિલ્લામાં આગામી બે મહિના સુધી સ્વચ્છતા અભિયાન ચાલશે, દર રવિવારે અલગ અલગ થીમ આધારીત સ્વચ્છતા કાર્યક્રમો યોજાશે
સમગ્ર ભારતમાં ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશને સફળ બનાવવા માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશવાસીઓને આહવાન કર્યું છે, ત્યારે રાજ્યભરમાં આગામી બે મહિના સુધી સ્વચ્છતા હી સેવા અભિયાનનું આયોજન કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત મહીસાગર જિલ્લામાં પણ સ્વચ્છતા હી સેવા અભિયાનના અસરકારક અમલીકરણ માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ચંદ્રકાંત પટેલએ જિલ્લાના નાગરીકોને અપીલ કરી છે.જિલ્લા વિકાસ અધિકારીશ્રી ચંદ્રકાંત પટેલ એ જણાવ્યું છે કે, મહીસાગર જિલ્લામાં તા.૧૫ ઓક્ટોબરથી લઈને ૧૬ ડિસેમ્બર ૨૦૨૩ સુધી અલગ અલગ સ્થળો ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાનની ઝુંબેશ હાથ ધરાશે.મહિનાના દર રવિવારે અલગ અલગ થીમ આધારિત લોકભાગીદારી સાથે ચોક્કસ સ્થળો ખાતે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાશે.આ સમય દરમિયાન ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સરકારી કચેરીઓ ખાતે,નગરપાલીકા વિસ્તારમાં,ગ્રામ્ય પંચાયતો,આરોગ્ય કેંદ્ર,બસ સ્ટેશનો સહિતના સ્થળોએ સ્વચ્છતા હી સેવા અભિયાનની ઉજવણી કરવામાં આવશે.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.