જિલ્લા વહીવટી તંત્ર સર્વે બોટાદવાસીઓ માટે વાયબ્રન્ટ ગુજરાત,વાયબ્રન્ટ બોટાદ મહોત્સવ રૂપે નવલું નઝરાણું લાવ્યું
જિલ્લા વહીવટી તંત્ર સર્વે બોટાદવાસીઓ માટે વાયબ્રન્ટ ગુજરાત,વાયબ્રન્ટ બોટાદ મહોત્સવ રૂપે નવલું નઝરાણું લાવ્યું
મહોત્સવમાં ૭૮ એમ.એસ.એમ.ઈ અને લાર્જ એકમો દ્વારા એમ.ઓ.યૂ થકી કુલ રૂ. ૩૦૬.૪૨ કરોડનું મુડી રોકાણ કરાશે, કુલ ૧,૨૧૩ લોકોને રોજગારીનું સર્જન થશે: બોટાદ જિલ્લા કલેક્ટર,બોટાદ જિલ્લા વહીવટી તંત્ર સર્વે બોટાદવાસીઓ માટે વાયબ્રન્ટ ગુજરાત,વાયબ્રન્ટ બોટાદ મહોત્સવ રૂપે નવલું નઝરાણું લઈને આવ્યું છે. તા.૧૩/૧૦/૨૦૨૩ના રોજ બપોરે ૩:૦૦ કલાકથી નગરપાલિકા હોલ,બોટાદ ખાતે વાયબ્રન્ટ ગુજરાત,વાયબ્રન્ટ બોટાદ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આ વિશે વધારે માહિતી આપતા જિલ્લા કલેક્ટરશ્રી ડો.જીન્સી રોયે જણાવ્યું હતું કે,આ મહોત્સવમાં કુલ ૭૮ એમ.એસ.એમ.ઈ અને લાર્જ એકમો દ્વારા એમ.ઓ.યૂ થકી કુલ રૂ.૩૦૬.૪૨ કરોડનું મુડી રોકાણ કરવામાં આવશે. આ એમ.ઓ.યૂના માધ્યમથી કુલ ૧,૨૧૩ લોકોને રોજગારીનું સર્જન થશે.
રિપોર્ટ અસરફ જાંગડ
બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.