સંકલિત બાળ વિકાસ યોજના કચેરી બરવાળા ઘટકના મોજે ગામ વહિયા મુકામે માન સાંસદ ડો. મહેન્દ્રભાઈ મુંજપરા સાહેબ ખાસ ઉપસ્થિત રહેલ હતા
મેરી માટે મેરા દેશ કાર્યક્રમ અન્વયે કળશયાત્રાનું આયોજન ગોઠવવામાં આવેલ હતું જેમાં બરવાળા વહીવટ તંત્ર સાથે સંકળાયેલ તમામ વિભાગમાંથી અધિકારીઓ ખાસ હાજર રહેલા હતા સાથે સાથે બોટાદ જિલ્લા કક્ષાએથી જિલ્લા વિકાસ અધિકારી તેમજ બોટાદ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અલ્પાબા ચુડાસમા, તાલુકા ભાજપ પ્રમુખ તાલુકા પંચાયત પ્રમુખ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ પણ હાજર રહેલ હતા માન.સાંસદ ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા સાહેબ દ્વારા સંકલિત બાળ વિકાસ યોજના સાથે સંકળાયેલ વહિયા ગામની આંગણવાડી કેન્દ્રની ખાસ મુલાકાત લીધી જેમાં નાના નાના ભૂલકાઓ સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો જેમાં ખાસ બાળકોને સાથે ખુબજ નજીકથી વાર્તા લાપ કર્યો જેમાં બાળકોને પોતાના નામ,માતા-પિતા ના નામ,સાથે અનેક પ્રકારની ચર્ચા કરવામાં આવી અને બાળકોના બાલી સાથે પણ ખાસ વાર્તા લાપ કરવામાં આવ્યો અને બાળકોને આંગણવાડીકેન્દ્ર પર મોકલવા અંગે વાત કરી સાથે ઓછા વજન વાળ બાળકોના વાલીની મુલાકાત પણ લેવામાં આવી અને તેમને પણ સાહેબ દ્રારા સમજ આપવામાં આવી. સાથે દરેક બાળકો સાથે તેમની દિનચર્યા વિષે પણ બાળકોને પૂછ્યુ ધારાસભ્ય કાળુભાઇ ડાભી દ્રારા આંગણવાડીના બાળકોને શાકભાજી વિષે પણ પૂછવામાં આવ્યું અને બાળકો સાથે ચર્ચા કરી ગમ્મત સાથે જ્ઞાન મળી રહે તે વિશે આંગણવાડીના બાળકોને રૂબરૂ મળ્યા અને ખુબજ આનંદ કરાવ્યો અને ડેરી મિલ્ક ચોકલેટ પણ દરેક બાળકોને સાહેબ દ્રારા આપવામાં આવી બાળકોના પોષણ અને અભ્યાસ માટે ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો આંગણવાડીના બાળકોને ખૂબ જ ઉત્સાહ ભર્યું વાતાવરણ ઊભું કર્યું હતું માન સાંસદ સભ્ય દ્રારા ‘મેરી માટી મેરા દેશ’ કાર્યક્રમમાં પણ આંગણવાડીના બાળકોના સાહેબ દ્રારા ખુબજ વખાણ કરવામાં આવ્યા હતા.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.