ભાણાસિમલ ગામે રહેણાક વિસ્તાર પાસે અજગર જોવા મળતા ભયનો માહોલ - At This Time

ભાણાસિમલ ગામે રહેણાક વિસ્તાર પાસે અજગર જોવા મળતા ભયનો માહોલ


સંતરામપુર તાલુકાના ભાણાસિમલ ગામે રહેણાક વિસ્તાર પાસે અજગર જોવા મળતા ભયનો માહોલ સર્જાયો હતો.સ્થાનિકો દ્વારા વનવિભાગને જાણ કરવામા આવતા મહીસાગર વનવિભાગના નાયબ વનસંરક્ષક એન.વી ચૌધરી અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર એ.એમ.બારીયાની સૂચના અનુસાર વનવિભાગ કર્મીઓની ટીમ, એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો સાથે મળી તાત્કાલિક બનાવના સ્થળે દોડી આવી ભારે જહેમત બાદ આશરે 9થી 10 ફૂટ લાંબા મહાકાય અજગરનું સફળતાથી રેસ્ક્યુ કરી રહેણાંક વિસ્તારથી દૂર જંગલ વિસ્તારમાં સલામત સ્થળે છોડી મૂકવામાં આવ્યો છે. મહીસાગર જિલ્લામાં આગાઉ પણ રહેણાંક વિસ્તારો માંથી મહાકાય અજગરને વનવિભાગ તેમજ એનિમલ હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવેલ છે.
9925468227


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.