સીંગર પતિ અન્ય મહિલા સાથે ચેટ કરતો હોય: પત્નીએ ફીનાઇલ પીધું - At This Time

સીંગર પતિ અન્ય મહિલા સાથે ચેટ કરતો હોય: પત્નીએ ફીનાઇલ પીધું


રાજકોટના પોપટપરા વિસ્તારમાં પતિ-પત્ની ઔર વોનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પતિ અન્ય મહિલા સાથે વોટ્સએપમાં ચેટીંગ કરતો હોય જે ચેટ પત્ની વાંચી જતા બન્ને વચ્ચે ઝઘડો થયો હતો અને પત્નીએ ફીનાઇલ પી લીધું હતું.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ પોપટપરા વિસ્તારની એક સોસાયટીમાં રહેતા રૂકસાનાબેન (ઉ.વ.24)એ આજે સવારે 8-30 કલાકે પોતાના ઘરે ફીનાઇનલ પી લીધું હતું. તેઓને તત્કાળ રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવારમાં રહેલા રૂકસાનાબેને જણાવ્યું કે, તેના પતિ આસીફ સીંગર છે, કાર્યક્રમોમાં ગીત ગાય છે, ત્રણ વર્ષ પહેલા તેમના લગ્ન થયા હતા.
લગ્નજીવનથી તેમને જુડવા સંતાન એક દીકરો અને એક દીકરી છે. દરમ્યાન થોડા દિવસ પહેલા પત્નીને શંકા ગઇ હતી કે, તેનો પતિ મોરબીની કોઇ આવ્યા હતા.
યુવતી સાથે પ્રેમસંબંધમાં છે અને વોટ્સએપમાં યુવતી સાથે ચેટીંગ પણ કરે છે. જેથી રૂકસાનાએ કોઇપણ રીતે પતિનું વોટ્સએપ ચેક કરી લેતા તેમાં તે યુવતિની ચેટીંગ જોઇ જતા આ બાબતે પતિ આસીફને પૂછતા બન્ને વચ્ચે ઝઘડો થયો હતો.જેના કારણે ફીનાઇલ પીધું હતું


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.