રાજકોટમાં ‘મારા ભાઈ સાથે સંબંધ તોડી દે, નહીં તો મારી નાખીશ’ કહી મોટાભાઈએ લાફો માર્યો, નાના ભાઈની પ્રેમિકાનો ઝેરી દવા પી આપઘાત - At This Time

રાજકોટમાં ‘મારા ભાઈ સાથે સંબંધ તોડી દે, નહીં તો મારી નાખીશ’ કહી મોટાભાઈએ લાફો માર્યો, નાના ભાઈની પ્રેમિકાનો ઝેરી દવા પી આપઘાત


રાજકોટમાં રહેતી યુવતીને મરવા મજબૂર કરનાર બે સગા ભાઈઓ સામે મૃતકના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. યુવતીના પ્રેમીના મોટા ભાઈએ ઘરે આવી મારા ભાઈની સગાઈ આવતા મહિને છે. અગાઉ તારા કારણે સગાઈ તૂટી ગઈ છે. હવે તું મારા ભાઈ સાથે સંબંધ તોડી દે નહીં તો જાનથી મારી નાખીશ કહીં યુવતીને લાફો માર્યો હતો. જેનાથી ડરી જઈ યુવતીએ 1/10/2023ના રોજ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. જેના કારણે યુવતીના પિતાએ બંને ભાઈઓ સામે દીકરીને મરવા મજબૂર કરવા અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.