ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી બાકોર પોલીસ - At This Time

ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી બાકોર પોલીસ


પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી આર.વી.અસારી સાહેબ તથા મહીસાગર જીલ્લા પોલીસ અધીક્ષક શ્રી જયદીપસિંહ જાડેજા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.એસ.વળવી સાહેબ લુણાવાડા વિભાગ લુણાવાડા નાઓએ અત્રેના જીલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરીની પ્રવૃતિને સદંતર નેસ્તનાબુદ કરવા સારૂ સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને આજરોજ બાકોર પોલીસ સ્ટાફના માણસો પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.સી.સીસોદીયા નાઓને અંગત બાતમીદારથી બાતમી મળેલ કે, પુનાવાડા થી ઓલપાડ જતી સરકારી બસમાં પેસન્જરના સ્વાંગમાં બે ઇસમો વિદેશી દારૂ બેગમાં ભરી લઇ જનાર છે. તેવી બાતમી આધારે પોલીસ સ્ટાફના માણસોને લીમડીયા ચોકડી ખાતે વોચ રાખી ઉભા રહેવા સારૂ જણાવતા બાકોર પોલીસ સ્ટાફના માણસો લીમડીયા ચોકડી ખાતે વોચ રાખી વાહન ચેકીંગ કરતા હતા. તે દરમ્યાન પુનાવાડા થી ઓલપાડ જતી સરકારી બસ નં.GJ 18 Z 893 ની એકસ્પ્રેસ બસ આવતા તેને ઉભી રખાવી ઉપરોકત બાતમીવાળા ઇસમની તપાસ કરવા સારૂ બસના પેસન્જરો ચેક કરતા બસની અંદર પાછળથી ડાબી બાજુ ત્રીજા નંબરની સીટ ઉપર બેસેલ બે ઇસમોના પગની બાજુમાં કપડાની ત્રણ બેગો મુકી રાખેલ હોય જેની માલીકી બાબતે સદરી બેગ પાસે બેસેલ બન્ને ઇસમોને પુછતા (૧) રણજીતભાઇ મંગળાભાઇ ડામોર તથા (૨) હીંમતભાઇ કિરીટભાઇ ડામોર બન્ને રહે.ડીટવાસ, ભુરીના મુવાડા તા કડાણા જી.મહીસાગર નોઓએ પોતાની માલીકીની હોવાનુ જણાવેલ જેથી સદરહુ બન્ને ઇસમોએ તેના કબજા ભોગવટાના થેલામાં ભારતીય બનાવટના વિદેશી દારૂના કાચના ૧૮૦ મી.લી.ના કવાર્ટરીયા નંગ-૧૫૦/- કિં.રૂ. ૨૫,૫૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૨ કિં.રૂ.૫૫૦૦/- મળી કુલ કિં.રૂ.૩૧,૦૦૦/- નો મુદ્દામાલ સાથે પકડાઇ ગયેલ હોય જેથી તેઓના વિરુધ્ધમાં ગુન્હો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાંઆવેલ છે. તા.૦૬/૧૦/૨૦૨૩


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.