હિંગોલગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય ખાતે જિલ્લા કક્ષાનો વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી કરવામાં આવ્યો
આજ રોજ તારીખ 7-10-2023 ના રોજ હિંગોલગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય ખાતે જિલ્લા કક્ષાનો વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી કરવામાં આવ્યો
-- આ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સામાજિક વનીકરણ વિભાગ રાજકોટના DCF ડો.તુષાર પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં Acf પટેલ સાહેબ સામાજિક વનીકરણ રેન્જ વિંછીયાના RFO રાઠવા સાહેબ તથા તેમના સ્ટાફ તેમજ હિંગોળગઢ અભ્યારણ્યના RFO રામાણી સાહેબ તથા સ્ટાફ તેમજ શિવમ વિદ્યાલયના વિદ્યાર્થીઓ તથા શિક્ષક ગણ તથા ગુંદાળા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો આ જિલ્લા કક્ષાના વન્ય પ્રાણી સપ્તાહમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ વન્ય પ્રાણી સપ્તાહમાં બાળકોને સવારમાં ટ્રેકિંગ કરાવ્યું અને જંગલમાં જોવા મળતા પ્રાણીઓ વિશે માહિતી આપી. ત્યારબાદ વન્ય પ્રાણી સપ્તાહ દિવસની ઉજવણીના હેતુ વિશે કાર્યક્રમ રાખવામાં આવ્યું તેમજ બાળકોને વન્ય પ્રાણીઓ વિશે પ્રશ્નોત્તરી ની સ્પર્ધા યોજી અને પ્રથમ દ્વિતીય અને દ્વિતીય નંબર આવેલ વિદ્યાર્થીઓને પુસ્તકોથી સન્માનિત કર્યા હતા. આ કાર્યક્રમ થકી બાળકોને અને સમાજને લુપ્ત થતી પ્રજાતિઓનો સંરક્ષણ કરવાનું અને વન્ય પ્રાણીઓનું સંરક્ષણ કરવાની અપીલ કરવામાં આવી.
રિપોર્ટર વિજય ચૌહાણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.