રાજકોટ સિવિલમાં સાંભળવામાં અશક્ત બાળકોના કાનમાં કોકલીયર ચીપ ફીટ કરી, સ્પીચ થેરાપીથી મુંગાને બોલતા કરાયા
જન્મથી જો બાળક સાંભળી ન શકે તો તે બોલવામાં પણ અશક્ત જ રહે છે. કુદરતી રીતે જ સાંભળી ન શકતા બાળકો માટે ટેક્નોલોજીના સહારે શ્રવણશક્તિ આપતી આધુનિક કોકલીયર ઇમ્પ્લાન્ટ સર્જરી સિવિલ હોસ્પિટલમાં નિઃશુલ્ક કરવામાં આવે છે. E&T વિભાગમાં વર્ષ 2016 થી શરુ કરવામાં આવેલી આ સર્જરી થકી હાલ સુધીમાં 177 બાળકોને સાંભળતા બોલતા કરી આપવામાં આવ્યા છે. જેમાં ચાર વર્ષીય ટ્વીન્સ સહિત સપ્તાહમાં 5 બાળકોની નિઃશુલ્ક સર્જરી કરવામાં આવી હોવાનું સિવિલ અધિક્ષક ત્રિવેદીએ જણાવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.