સુઈગામ તાલુકામાં પાંચ મહીનામાં વારસાઈ ઝુંબેશ અંતર્ગત ૨૧૬ વારસાઈ નોંધો પાડવામાં આવી. - At This Time

સુઈગામ તાલુકામાં પાંચ મહીનામાં વારસાઈ ઝુંબેશ અંતર્ગત ૨૧૬ વારસાઈ નોંધો પાડવામાં આવી.


જીલ્લા કલેકટર અને સુઈગામ પ્રાંત કલેક્ટરના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા ચાલતા વારસાઈ ઝુંબેશ કાર્યક્રમ અંતર્ગત સુઈગામ તાલુકામાં તમામ ગામોમાં ગત તા.11/5/2023 થી અત્યાર સુધીમાં 216 વારસાઈ નોંધો પાડવામાં આવી છે,હજુ આ કામગીરી ચાલુ જ છે, આ અંગે સુઈગામ મામલતદાર કચેરી પ્રાપ્ત વિગતો મુજબ સરકારશ્રીની સૂચના મુજબ મૈયત ખેડૂતોના વારસદારોની વારસાઈ માટે વારસાઈ ઝુંબેશ કાર્યક્રમ ચાલુ છે, જેમાં તાલુકાના જે ગામોમાં ખેડૂત ખાતેદારો મૈયત થયેલા છે,અને એમના વારસદારોના નામો દાખલ થયેલ નથી,તેવા ખેડૂતોના વારસદારો માટે મામલતદાર કચેરી દ્વારા ના.મામલતદાર,જે તે ગામના સંબંધિત રેવન્યુ તલાટી દ્વારા ગામેગામ જઈ 8 અ નું વાંચન કરી મૈયત ખાતેદારોના વારસદારોને સ્થળ ઉપર બોલાવી,સ્થળ ઉપર જ પેઢીનામું,મૈયત ખેડૂતનું પ્રમાણપત્ર વિગેરે કાગળો તૈયાર કરી સુઈગામ ઇ- ધરા કેન્દ્ર ખાતે વારસાઈ નોંધો દાખલ કરવાની ઝુંબેશ હાથ ધરાઇ છે,જે અંગે હજુ પણ આ ઝુંબેશ ચાલુ રહેશે એવું સુઈગામ મામલતદાર પી.જે.મકવાણા એ જણાવ્યું હતું.

જીતેન્દ્રસિંહ ઝાલા-સુઈગામ
મો.૯૯૦૪૦૨૩૮૬૨


9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.