રૂ.117 કરોડના ખર્ચે બનેલા રિંગ રોડ-2 પર મસમોટાં ખાડાથી દૈનિક 40 હજારથી વધુ વાહનચાલકો પરેશાન - At This Time

રૂ.117 કરોડના ખર્ચે બનેલા રિંગ રોડ-2 પર મસમોટાં ખાડાથી દૈનિક 40 હજારથી વધુ વાહનચાલકો પરેશાન


જામનગર રોડથી ગોંડલ રોડ વચ્ચેના રસ્તાની સૌથી વધુ ખરાબ હાલત, અમુક સ્થળે બે ફૂટ ઊંડા ખાડા, રાત્રે પટકાતાં ટૂ વ્હિલર ચાલકો.

રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળે 117 કરોડથી વધુના ખર્ચે રિંગ રોડ-2નું કામ પૂર્ણ કર્યું છે. આ રોડ પર દૈનિક 40 હજારથી વધુ વાહનો પસાર થાય છે. હજુ આઠ માસ પહેલાં જ ભાવનગર રોડથી અમદાવાદ રોડ રિંગ રોડ ફેઝ 4નું લોકાર્પણ કરાયું છે તે રોડ ઉપર પણ ખાડા પડ્યા છે. સૌથી વધુ ખરાબ ગોંડલ રોડથી જામનગર રોડ વચ્ચેના માર્ગની છે. આ રોડ પર અમુક સ્થળે તો બે ફૂટ ઊંડા ખાડા પડ્યા છે. જેના કારણે વાહનચાલકોને ત્યાથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. ટૂ વ્હિલર ચાલકોને રાત્રીના સમયે સૌથી વધુ મુશ્કેલી થાય છે. નવા રિંગ રોડ પર મસમોટાં ખાડા એવા છે જેમાં વાહનચાલકો પણ પટકાઈ રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.