ખેલૈયાઓ સાથે ડોક્ટરો ગ્રાઉન્ડ પર, મિની હોસ્પિટલની સુવિધા, તકલીફ જણાય તો તરત જ જાણ કરજો તેનું સતત એનાઉન્સમેન્ટ - At This Time

ખેલૈયાઓ સાથે ડોક્ટરો ગ્રાઉન્ડ પર, મિની હોસ્પિટલની સુવિધા, તકલીફ જણાય તો તરત જ જાણ કરજો તેનું સતત એનાઉન્સમેન્ટ


નવરાત્રિના અર્વાચીન મહોત્સવમાં વિશાળ ગ્રાઉન્ડ, લેડીઝ માટેની સેફ્ટી, પારિવારિક માહોલ, ઓનલાઈન- ક્યુઆર કોડ સ્કેનિંગ પર એન્ટ્રી સહિતના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવતો હોય છે, પરંતુ આ વખતે હૃદય માટેની સુરક્ષા કેન્દ્ર સ્થાને રાખવામાં આવી છે તેમ આયોજકો જણાવે છે. આયોજકોના જણાવ્યાનુસાર રાજકોટ સહિત ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હૃદયરોગના કિસ્સાઓનું પ્રમાણ વધ્યું છે.

આ બનાવોને ધ્યાનમાં રાખીને આયોજન સ્થળે જ આ વખતે મિનિ હોસ્પિટલ ગરબાના સ્થળે ઊભી કરાશે, ગ્રાઉન્ડ પર ડોક્ટરની ટીમ તૈનાત રખાશે. તેમજ આનંદ માટે રમજો, જીવના જોખમે નહીં. જો થોડી પણ તમારી તબિયત ખરાબ થતી લાગે તો તાત્કાલિક જાણ કરજો તેવું સતત એનાઉન્સમેન્ટ કરવામાં આવશે. તેમજ રમવા માટેના જે રાઉન્ડ છે. તે વધારી દેવામાં આવશે પણ તેના માટેનો જે સમય છે તે ઘટાડી દેવામાં આવશે તેમ આયોજકોએ જણાવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.