સાયલાની સીતાગઢ ગામની સરકારી શાળાના તાળાં ત્રણ દિવસે ખૂલ્યાં.
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ગ્રામજનો સાથે સમજાવટ અને શિક્ષકો મુકવા રોજકામ કરી પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપ્યા બાદ શિક્ષણ કાર્યનો પુનઃઆરંભ
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાની અનેક શાળામાં શિક્ષકોની ઘટ જોવા મળે છે સરકારી પ્રાથમિક શાળામાં લાંબા સમયથી શિક્ષકોની ઘટથી બાળકોના શિક્ષણને માઠી અસરો થવા પામી છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સાયલા તાલુકાના સીતાગઢ ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળામાં લાંબા સમયથી શિક્ષકોની ઘટ હોવાની સહીતની બાબતે તંત્રમાં રજૂઆતો કરીને કંટાળેલા ગ્રામજનોએ મંગળવારે શાળાને તાળાબંધી કરતા શૈક્ષણીક વિભાગમાં દોડધામ મચી જવા પામી હતી સીતાગઢ ગામની શાળામાં તાળાબંધી મુદ્દે ગ્રામજનો સાથે સમજાવટના પ્રયાસો હાથ ધરાયા હતા અને ત્રણ દિવસ બાદ તાલુકા કેળવણી નિરીક્ષક, સીઆરસી, અન્ય શાળાના આચાર્ય દ્વારા પોલીસને સાથે રાખી ગામલોકોને સમજાવતા તેમની માંગણી બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની ખાત્રી અપાતા અંતે શાળાના તાળા ખોલી શિક્ષણ કાર્યનો પુનઃ આરંભ કરાયો હતો કેળવણી નિરીક્ષક કરમશીભાઇ મીઠાપરા, શાપર સીઆરસી, ચોરવીરા (થાન) આચાર્ય દ્વારા ગામલોકોની હાજરીમાં રોજકામ કરી પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપતા તાળું ખોલી નખાયું હતું કેળવણી નિરીક્ષક કરમશીભાઇ સાથે આ બાબતે વાત કરતા તેમણે જણાવેલ કે હાલ શાળામાં 7 શિક્ષકોના મહેકમ સામે ફ્કત 4 શિક્ષકો છે તે વિષયે ગામ લોકોની માંગને લઇ પ્રેમની પરબ પ્રોજેક્ટમાંથી એક પ્રવાસી શિક્ષક તથા એક શાળા દ્વારા હાલ પુરતા હંગામી ધોરણે કવોલીફઇડ શિક્ષક રાખવાનું નક્કી થયું છે સ્થાનિકોની માંગણી ઓમાં આચાર્ય તથા તેમના પત્ની મદદનીશ શિક્ષક છે તેમની અન્યત્ર બદલી કરવી, આચાર્ય દ્વારા સરકારી ગ્રાંટોમાં કરેલ નાણાકીય ગેરરીતિ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની વિવિધ રજુઆતનું રોજકામ કરી તાલુકા શિક્ષણાધિકારીને આપી તેમના દ્વારા ત્યાર બાદ જિલ્લા કચેરીમાં અહેવાલ મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.