મહીસાગર જિલ્લા સ્વાગત કાર્યક્રમ કલેક્ટર કચેરી ખાતે  કલેકટરશ્રી ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને યોજાયો - At This Time

મહીસાગર જિલ્લા સ્વાગત કાર્યક્રમ કલેક્ટર કચેરી ખાતે  કલેકટરશ્રી ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને યોજાયો


જાહેર જનતાના પ્રશ્નોનું સ્થાનિક કક્ષાએ જ નિરાકરણ થઈ શકે તે માટે માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તેઓના મુખ્યમંત્રીકાળ દરમિયાન શરૂ કરાયેલ સ્વાગત કાર્યક્રમને 20 વર્ષ થઈ ગયા છે. આ 20 વર્ષમાં અસંખ્ય લોકોએ સ્વાગત કાર્યક્રમ થકી પોતાની મુશ્કેલીઓનું સ્થાનિક કક્ષાએથી જ નિરાકરણ મેળવ્યું છે. મહીસાગર જિલ્લાના કલેકટર કચેરી મિટિંગ હોલ ખાતે ખાતે  કલેકટરશ્રી ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને જિલ્લા  સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં  કુલ ૩૪ જેટલી અરજીઓનું હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું છે.આ તમામ ફરીયાદોના અરજદારશ્રીઓને સંબધિત વિભાગના અધિકારીશ્રીઓની હાજરીમાં જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા સાંભળવામાં આવી હતી અને હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ચંદ્રકાંત પટેલ , અધિક નિવાસી કલેકટરશ્રી સી વી લટા ,અરજદારો સહિત તમામ જિલ્લા અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.