સ્વચ્છતા હી સેવા અભિયાન આવતીકાલે હાથ ધરવામાં આવશે. - At This Time

સ્વચ્છતા હી સેવા અભિયાન આવતીકાલે હાથ ધરવામાં આવશે.


અરવલ્લી જિલ્લાના તમામ ગામો અને શહેરોમાં પહેલી ઓક્ટોબરે ''એક તારીખ, એક કલાક" સુત્ર સાથે મહા શ્રમદાનનું આયોજન.
અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારીશ્રી દીપેન કેડિયા દ્વારા મહાઅભિયાનને સફળ બનાવવા અરવલ્લી જિલ્લાના નાગરિકોને અપીલ.

આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ, વિવિધ કચેરીઓના પ્રાંગણ, પ્રવાસન સ્થળો, ગૌશાળા, બસ સ્ટેન્ડ, ધાર્મિક સ્થાનો સહિતના જાહેર સ્થળો પર કરાશે સફાઈ.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનને પગલે બીજી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિને "સ્વચ્છ ભારત દિવસ" તરીકે ઉજવવામાં આવશે.આ દેશવ્યાપી અભિયાન અંતર્ગત ૧૫મી સપ્ટેમ્બરથી ૧૫મી ઓક્ટોબર ૨૦૨૩ સુધી "સ્વચ્છતા હી સેવા" માસનું આયોજન કરવામાં આવ્યું છે.

એક મહિના સુધી ચાલનારી ઉજવણી દરમિયાન ૧ ઓક્ટોબર ૨૦૨૩ દિવસે દેશના તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ''એક તારીખ, એક કલાક"ના સૂત્ર સાથે મહાશ્રમદાનનો ઉપક્રમ યોજાશે. જેમાં સાંસદશ્રીઓ, ધારાસભ્યો, જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ તથા ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યશ્રીઓની આગેવાનીમાં સાર્વત્રિક સ્વચ્છતા યજ્ઞ થશે.

અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારીશ્રી દીપેન કેડિયા દ્વારા આ અભિયાન અસરકારક રીતે યોજાય તે માટે આહવાન કરવામાં આવ્યું.
જિલ્લાના તમામ ગામો અને શહેરોમાં જન-પ્રતિનિધિઓની આગેવાની હેઠળ મહત્તમ લોકભાગીદારી થકી ગામડાઓમાં આવેલા આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ, વિવિધ કચેરીઓના પ્રાંગણ ઉપરાંત જીલ્લામાં આવેલ વિવિધ પ્રવાસન સ્થળો, ગૌશાળા, બસ સ્ટેન્ડ, ધાર્મિક સ્થાનો સહિત જાહેર સ્થળો પર સામુહિક શ્રમદાન થકી સફાઈ કરવામાં આવશે.આ ઉપરાંત અભિયાન હેઠળ પ્રભાત ફેરી / રેલી તથા વિવિધ સ્વચ્છતાલક્ષી પ્રવૃતિઓ, જન-જાગૃતિ અભિયાન વગેરેનું આયોજન કરવામાં આવશે. જેમાં સામાજિક અગ્રણીઓ, આરોગ્ય-શિક્ષણ સહિતના વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, આંગણવાડીની બહેનો, સખીમંડળની બહેનો, સ્વછતાગ્રહીઓ, તથા ગ્રામજનો કાર્યક્રમને સફળ બનાવવા માટે મોટું યોગદાન આપશે.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.