દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ખાતે પોષણ માસની ઉજવણી કરવામાં આવી
દાહોદ: દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ઘટક ૧ ખાતે પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણના અધ્યક્ષ સ્થાને પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી. પોષણ માસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં, સગર્ભા અને ધાત્રી માતાઓ, ૧૪ થી ૧૮ વર્ષની વયની કિશોરીઓના પોષણ સ્તરમાં સુધારો કરવા તથા બાળકોમાં કુપોષણનો દર ઘટાડવાનો છે.
આ વર્ષે છઠ્ઠા પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે અને તેની થીમ "સુપોષિત ભારત, સાક્ષર ભારત અને સશક્ત ભારત છે" દર વર્ષે સપ્ટેમ્બર મહિનાને પોષણ માસ તરીકે ઉજવાય છે. કિશોરીઓ એનીમિયાનો ભોગ ન બને જે બદલ દર બુધવારે આંગણવાડી કેન્દ્ર પર આયર્નની ગોળી આપવામાં આવે છે.
પોષણ માસની ઉજવણીના ભાગરૂપે દેવગઢ બારિયાના પીપલોદ ખાતે કિશોરીઓ માટે એનીમિયા જાગૃતિ અંગે વર્કશોપ નું આયોજન કરવામાં આવેલ. જેમાં પ્રોગ્રામ ઓફિસર ઇરાબેન ચૌહાણ, સીડીપીઓ એમી જોસેફ, રીજનલ કોઓરડીનેટર, ન્યુટ્રીશનલ ઇન્ટરનેશનલ કો ઓર્ડીનેટર,મૂખ્ય સેવિકા, ડીસ્મુ કો ઓર્ડનેટર, બ્લોકનું ન્યૂટ્રેસન સ્ટાફ, આરોગ્ય સ્ટાફ,આંગણવાડી કાર્યકર તેમજ કિશોરીઓ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલ હતો.
પ્રોગ્રામ ઓફીસર ઇરાબેન ચૌહાણ દ્રારા વિવિઘ પૌષ્ટિક વાનગીઓ દ્વારા મળતા પોષણસ્તર માં સુધારો લાવવા અંતરગત વિશેષ ચર્ચા કરી હતી અને કાર્યક્રમ માં ઉપસ્થિત મહાનુભાવોને પ્રેરિત કર્યા હતા. કાર્યક્રમના ભાગરૂપે આંગણવાડી કાર્યકરો દ્વારા વાનગી નિદર્શન કરેલ હતું જેના ભાગરૂપે તેઓ માંથી ઉત્તમ વાનગી બનાવવા બદલ પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપી પોષણકીટનું વિતરણ કરવામા આવેલ હતું. તેમજ કિશોરીઓ માટે વકૃત્વ સ્પર્ધા, પોસ્ટર મેકીંગ સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ હતું અને જેના ભાગરૂપે વિજેતા બનેલ કિશોરોને પણ પોષણકીટનું આપવામાં આવેલ. કાર્યક્રમના અંતે આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત કિશોરીઓનું 'HB' ટેસ્ટ કરવામાં આવેલ અને સૌથી વધારે અને ઓછા HB ધરાવતી કિશોરીઓ ને પણ પોષણ કિટ આપી પ્રોત્સાહિત કરેલ. આ સિવાય એનીમિયા , કુપોષણ અને માસિક ધર્મ અંગે પણ કિશોરીઓ ને વિવિધ પ્રવુતિ ઓ દ્વારા શીખવવા માં આવ્યું.
9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.