કૃષિ ઋષિ ડો.એમ.એસ.સ્વામીનાથનને ડો.કથીરિયાની ભાવભીની શ્રદ્ધાંજલિ - At This Time

કૃષિ ઋષિ ડો.એમ.એસ.સ્વામીનાથનને ડો.કથીરિયાની ભાવભીની શ્રદ્ધાંજલિ


કૃષિ ઋષિ ડો.એમ.એસ.સ્વામીનાથનને ડો.કથીરિયાની ભાવભીની શ્રદ્ધાંજલિ.

 ભારત વર્ષની હરિયાળી ક્રાંતિના પ્રણેતા ડો.સ્વામીનાથનના નિધનની અત્યંત શોકની લાગણી અનુભવતા ભારત સરકારના પૂર્વ મંત્રી શ્રી ડો.વલ્લભભાઈ કથીરિયાએ શ્રદ્ધાંજલી અર્પતા જણાવ્યું હતું કે ડો. સ્વામીનાથન વીસમી સદીના મહાન વૈજ્ઞાનિકો પૈકીના એક હતા. અનેકવિધ શોધ પેપરો, ડિગ્રીઓ અને પારિતોષિકોથી વિભૂષિત ડો.સ્વામીનાથન વર્તમાન યુવા વૈજ્ઞાનિકો માટે રોલ મોડેલ હતા. અત્યંત મૃદુ, સાલસ સ્વભાવના ડો. સ્વામીનાથન ઉચ્ચ કોટીના માનવતાવાદી વૈજ્ઞાનિક હતા. તેમણે ઘઉં, ચોખા, રાય, બાજરા સહિત અનેક ખાદ્ય અનાજના સંશોધનો દ્વારા ભારતને સ્વાવલંબી બનાવ્યું એટલું જ નહીં, પરંતુ એકસપોર્ટ કરતા દેશોમાં સ્થાન મેળવ્યું. ડો. સ્વામીનાથનને ટેકનોલોજી અને સંશોધનો દ્વારા ટકાઉ ખેતી માટેના તેમના પ્રયાસો માટે ખેડૂતો અને દેશ સદાય તેમનો ઋણી રહેશે.
ડો. કથીરિયા એ ડો. સ્વામીનાથન સાથેની તેમની મુલાકાત દરમ્યાન સુ:ખદ અનુભવ પણ કર્યો હતો. આવા ડો. સ્વામિનાથન ને પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણથી  સન્માનવામાં આવ્યા હતા. તેમના સુપુત્રી ડો. સૌમ્યા સ્વામીનાથન પણ રાજકોટમાં ડો.કથીરિયા ના મહેમાન બન્યા હતા, જ્યારે તેઓ ભારત સરકારના આરોગ્ય મંત્રાલયમાં હતા. અને ડો. સ્વામીનાથન સાથેના અનુભવો તાજા કર્યા હતા.
આવા ભારતના મહાન સપૂત ડો. સ્વામીનાથનને હૃદયથી શ્રદ્ધાંજલિ.

રિપોર્ટ.નટવરલાલ. ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.