હળવદ ટ્રાફિક પોલીસ દ્વારા હાઇવે વાહન ચાલકોને દંડ ફટકારતી સંતોષ માણે છે બજારમાં આડેધડ વાહન પાર્કિંગ કેમ દેખાતા નથી ?
હળવદ ટ્રાફિક પોલીસ દ્વારા સરા ચોકડીએ તેમજ હાઈવે ઉપર ટુ-વ્હીલર અને ફોરવીલર ને વાહન ચાલકોને ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકોને મેમો આપીને દંડ ફટકારતી ટ્રાફિક પોલીસ સંતોષ માને છે પરંતુ હળવદ શહેરના સરા નાકે તેમજ મેઇન રોડ ઉપર આડેધડ ટુવ્હીલર અને ફોર વ્હીલર વાહનો પાર્કિંગ કરેલા વાહનો જેવા કે છકડા રીક્ષા મોટરસાયકલ સહિતના વાહન ચાલકો સામે કેમ દંડનીય કાર્યવાહી કરવામાં આવતી નથી ટ્રાફિક સમસ્યા કારણે બીમારી અને અકસ્માત સમયે ઇમરજન્સી સારવાર માટે દર્દીઓને લઈ આવતી એમ્બ્યુલન્સ અને 108 પારાવાર મુસીબત વેઠવી પડે છે
હળવદ પોલીસ દ્વારા સરા ચોકડી અને હાઇવે રોડ ઉપર ટ્રાફિક પોલીસ દ્વારા તેમજ ટી.આર.બી.જવાનો તેમજ જીઆરડી સહિતના ટ્રાફિકના માણસો દ્વારા ટ્રાફિક મામલે સવારથી સાંજ સુધી ખડે પગે રહીને નાના બાળકો તેમજ ચાલુ મોટરસાયકલ એ મોબાઇલમાં વાત કરતા તેમજ હેલ્મેટ વિના તેમજ ત્રીપલ સવારી રોંગ સાઈડમાં મોટરસાયકલ રીક્ષા છકડો તેમજ ફોર વ્હીલર સહિતના વાહન ચાલકો ટ્રાફિક મામલે કાયૅવાહી કરતા હોય નિયમો ભંગ કરનાર વાહનચાલકો હાજર મેમો આપીને દંડની કાર્યવાહી કરતા હોય છે ટ્રાફિક પોલીસની કામગીરી સરાહનીય છે પરંતુ હળવદ શહેરના સરાના નાકે સવારથી સાંજ સુધી ટ્રાફિક થી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે પોલીસ દ્વારા ટ્રાફિક જવાનો ટી.આર.બી અને જી.આર.ડી મુકવા માં આવ્યા છે ગલા તલા મારતા હોય છે પરંતુ ટ્રાફિક સમસ્યાનો પ્રશ્ન થી હળવદ વાસીઓ વર્ષોથી પીડાઈ રહ્યો છે હળવદના સરાના નાકાથી લઈને બસ સ્ટેશન રોડ બ્રાહ્મણની ભોજનશાળા રેલવે સ્ટેશન રોડ ડો.માલમપરા સાહેબ ની હોસ્પિટલ તેમજ સરકારી હોસ્પિટલની આસપાસના વિસ્તારમાં બજારોમાં રોડ પર જ્યાં ત્યાં વાહન ચાલકો મોટરસાયકલ ઓટો રીક્ષા ફોર વ્હીલર વાહનો આડેધડ પાર્કિંગ કરીને પોતાના કામ અર્થે ખરીદી કરવા જતાં હોય છે પરંતુ ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જેને કારણે 108 તેમજ હોસ્પિટલે આવતી એમ્બ્યુલન્સ ને દર્દીઓને સારવારમાં મુશ્કેલી વેઠવી પડે છે અકસ્માત કે અન્ય ઈમરજન્સી સમયે તાત્કાલિક હોસ્પિટલ પહોંચી શકાતું નથી જેના કારણે ઈમરજન્સી દર્દીઓ તાત્કાલિક સારવાર માટે હાલાકી ભોગવવી પડે છે આમ સરાના નાકાથી બસ સ્ટેશન રોડ સુધી ટ્રાફિક પ્રશ્ન સતાવી રહ્યો છે ત્યારે આડેધડ વાહન પાર્કિંગકરતા વાહનચાલકો સામે પોલીસ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાં ઉઠવા પામી છે
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.