ધાંગધ્રાથી વઢવાણ આવી રહેલા યુવાનને સીતાપુર નજીક રખડતા ઢોરે અડફેટે લેતાં સારવાર હેઠળ - At This Time

ધાંગધ્રાથી વઢવાણ આવી રહેલા યુવાનને સીતાપુર નજીક રખડતા ઢોરે અડફેટે લેતાં સારવાર હેઠળ


બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

યુવકના મોઢાના તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી.

સુરેન્દ્રનગર જિલ્લામાં રખડતા ઢોરનો આંતક સતત વધતો જઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના શહેરી વિસ્તારો તેમજ ગ્રામીણ વિસ્તારોમાં રોજબરોજ રખડતા ઢોર લોકોને હડફેટે લેતા હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના રાજ સીતાપુર ગામ મુખ્ય હાઇવે આવેલો છે ત્યાં પણ રખડતા ઢોરનો આંતક સામે આવ્યો છે રખડતા ઢોરે યુવકને હડફેટે લેતા યુવકને ગંભીર હાલતમાં સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં 108 ની ટીમ દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે મળતી વિગત અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના રાજ સીતાપુર ગામ નજીક આ પ્રકારની ઘટના બની છે ધાંગધ્રાથી વઢવાણ તરફ આવી રહેલા યુવક કિશોરભાઈને રખડતા ઢોરે હડફેટે લીધા છે આ અંગે કિશોરભાઈ ને બેહોશ હાલતમાં સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં 108 ની ટીમ દ્વારા ખસેડવામાં આવ્યા છે ત્યાંની ડોક્ટરની ટીમ દ્વારા તેમની સારવાર શરૂ કરવામાં આવી છે ગંભીર હાલત પહોંચી હોવાના કારણે તાત્કાલિક ધોરણે ડોક્ટરો તેમજ નર્સિંગ સ્ટાફ દ્વારા તેમની ઇમરજન્સી વિભાગમાં સારવાર શરૂ કરાયું છે ધ્રાંગધ્રાથી વઢવાણ તરફ બાઈક લઇ અને કિશોરભાઈ આવી રહ્યા હતા તે દરમિયાન બે રખડતા ઢોર યુદ્ધે ચડ્યા હતા અને હાઇવે ઉપર જ કિશોરભાઈને હડફેટે લઈ લીધા હતા કિશોરભાઈના બાઈકને પણ નુકસાન થયું છે અને કિશોરભાઈ ને પણ બીજાઓ પહોંચી છે હાલ તેમની ગાંધી હોસ્પિટલ ખાતે સારવાર શરૂ કરવામાં આવી છે આ મામલે આજુબાજુના લોકો દ્વારા બનાવને લઈ અને 108 ની ટીમનો સંપર્ક સાધવામાં આવ્યો હતો 108 ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ અને ગંભીર હાલતમાં ઇજાગ્રસ્ત યુવકની સારવાર આપી અને ત્યારબાદ ગાંધી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.