મહાયજ્ઞના બીજા દિવસે શ્રી સોમનાથ ટ્રસ્ટના સચિવ શ્રી યોગેન્દ્રભાઈ દેસાઈના મુખ્ય યજમાન પદે સ્થાનિક પુરોહિત શ્રી સોમપુરા બ્રહ્મસમાજના કુલ 59
મહાયજ્ઞના બીજા દિવસે શ્રી સોમનાથ ટ્રસ્ટના સચિવ શ્રી યોગેન્દ્રભાઈ દેસાઈના મુખ્ય યજમાન પદે સ્થાનિક પુરોહિત શ્રી સોમપુરા બ્રહ્મસમાજના કુલ 59 બ્રાહ્મણો દ્વારા વેદોક્ત વિધિવિધાન સાથે શ્રી ગણપતિ અથર્વશીર્ષના પાઠ સાથે યજ્ઞ નારાયણને લાડુની કુલ 5200 થી વધુ આહૂતિ આપવામાં આવી હતી.
યજ્ઞના બીજા દિવસે પ્રાતઃ કર્મ, ગણપતિ પૂજન, મંડપ પ્રવેશ, સ્થાપિત દેવતા પૂજન, બ્રાહ્મણ પૂજન, પ્રધાન દેવતા હોમ તથા પ્રધાન દેવતા વિશેષ પૂજન, સાયં પૂજન,આરતી,શયનકર્મ સહિતની ધાર્મિક ક્રિયાઓ કરવામાં આવી ઉપરાંત આયુર્વેદમાં અને ધર્મગ્રંથોમાં વર્ણન કરવામાં આવેલ ઔષધિઓ વડે શ્રી ગણેશનું પૂજન કરવામાં આવ્યું હતું.
રાજ્યભરની તમામ સંસ્કૃત પાઠશાળાઓ શ્રી સોમનાથ તીર્થમાં 1.25 લાખ ગણપતિ અથર્વશીર્ષ ના પાઠ કરી ચૂકી છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી જે.ડી પરમાર, ટ્રસ્ટના સચિવ શ્રી યોગેન્દ્રભાઈ દેસાઈ, શ્રી સોમનાથ મંદિરના મુખ્ય પુજારી શ્રી સહિતના મહાનુભાવો દ્વારા સોમનાથ પધારેલ તમામ સંસ્કૃત પાઠ શાળાના અધ્યાપકો અને ઋષિ કુમારો પર પુષ્પ વર્ષા કરી તેઓનો આભાર પ્રગટ કર્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.