સાલીયા સંતરોડ ખાતે એક્સપ્રેસ-વે રોડ ખાતાની ટીમ દ્વારાના તમામ કેબીન દુકાનો દૂર કરાયા
ટ્રાફિકની સમસ્યા તેમજ એક્સિડન્ટને અટકાવવા માટે લેવાયો નિર્ણય
પંચમહાલ મોરવા હડફ તાલુકાના સાલીયા સંતરોડ ખાતે સતત બે દિવસથી ચોકડી ઉપર આજુબાજુમાં ઝાડવાઓ તેમજ દુકાનો ગલ્લાઓ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. હાલમાં ગોધરા થી દાહોદ તરફ જતી લાઈન પર તેમજ દાહોદ થી ગોધરા તરફની બંને સાઇડ ઉપર તમામ ગલ્લા દુકાનોનું દબાણો દૂર કરી દેવામાં તારીખ ૨૬.૦૯.૨૦૨૩ ના હાઈવે ઑથોરિટી અને મોરવા પોલીસ સ્ટેશન ના પી.એસ.આઈ શ્રી રાહુલ દેવરે સાહેબ અને સંતરોડ આઉટ પોસ્ટ ના જમાદાર શ્રી મહેન્દ્ર ત્રિવેદી સાહેબ ના સંયુક્ત સહકાર થી સંતરોડ ખાતે બ્રિજ ની નીચે અને આજુ-બાજુ માં જે ગેરકાયદેસર દબાણ કરી દેવામાં આવ્યા હતા. તેને દૂર કરવાની કામગીરી હાઈવે ઑથોરિટી અને પોલીસ ના સંયુક્ત સહકાર હાથ ધરવામાં આવી હતી.
આ સંતરોડ ચોકડી અને તેની આજુ-બાજુ વારં વાર દબાણ દૂર કરવા છતાં કેટલાક લોકો દ્વારા ત્યાં વારં વાર દબાણ કરવામાં આવે છે. અને તેના કારણે આ જગ્યા ઉપર અકસ્માત થવાની સંભાવના ખુબજ વધી જાય છે. તેના કારણે મોરવા પોલીસ સ્ટેશન ના પી.એસ.આઈ શ્રી રાહુલ દેવરે સાહેબ અને સંતરોડ આઉટ પોસ્ટ ના જમાદાર શ્રી મહેન્દ્ર ત્રિવેદી સાહેબ અને હાઈવે ઑથોરિટી ના મેનેજર શ્રી અતુલ યાદવ સાહેબ અને તેમની ટીમ દવારા હાઈવે ઑથોરિટી હસ્તકની જમીન ઉપર ઉભા થયેલા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સતત બે દિવસથી વહેલી સવાર થી જ પોલીસ સ્ટાફ અને હાઈવે ઑથોરિટી ના સ્ટાફે દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ કરીગ દબાણો દૂર કર્યા હતા.
રિપોર્ટર વિનોદ પગી
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.