શહેરા નગરમાંથી ગ્રેનાઈટ પથ્થર ભરેલી નવ જેટલા ટ્રેલરો ખાણખનીજ વિભાગ દ્વારા પકડવામાં આવ્યા, - At This Time

શહેરા નગરમાંથી ગ્રેનાઈટ પથ્થર ભરેલી નવ જેટલા ટ્રેલરો ખાણખનીજ વિભાગ દ્વારા પકડવામાં આવ્યા,


શહેરા

પંચમહાલ જિલ્લાના ખાનખનિજ વિભાગ દ્વારા મંગળવારની રાત્રીના સમયે સપાટો બોલાવ્યો હતો જેમા 11 જેટલા ખનીજ ચોરીના કેસ કરવામાં આવ્યા હતા શહેરા તાલુકામાંથી જ 7 જેટલા ઓવરલોડ ગ્રેનાઈટ ભરેલા ટ્રેલરો પકડી 2 કરોડ 10 લાખનો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાડી વલ્લભપુર તેમજ રેણા- મોરવા ગામેથી ગ્રેનાઈટ પથ્થર કાઠી રાજસ્થાનમાં મોકલવામાં આવી રહ્યા છે શહેરા તાલુકાના રેણા- મોરવા તથા વાડી વલ્લભપુર ગામે લીજ ધારકો ધ્વારા જમીનમાંથી ગ્રેનાઈટ પથ્થર કાઠી અન્ય રાજ્યમાં મોકલવાના કારોબાર ધમધમાટ ચાલી રહ્યો છે જ્યારે છેલ્લા કેટલાક સમય ગાળાથી આ ગ્રેનાઈટ પથ્થર ભરેલી ગાડીઓ શહેરા નગરમાંથી પસાર થતી હોય અને તેના કારણે શહેરા નગરના અણિયાદ ચોકડી વિસ્તારના હાઇવે રોડ પર ટ્રાંફિક ની સમસ્યા પણ ઉભી થતી હોય છે જેના કારણે અકસ્માત ની પણ ભીતિ સેવાઈ રહી છે મંગળવાર ની સાંજના સમયે ખાણખનીજ વિભાગ દ્વારા તેમને અંગત બાતમી હતી કે શહેરા તાલુકાના વાડી વલ્લભપુર તથા રેણા- મોરવા ગામેથી ગ્રેનાઈટ પથ્થર ભરેલી ગાડીઓ ઓવર લોડ ભરી લઈ જવાઈ રહી છે જેની બાતમીના આધારે ખાણખનીજ વિભાગના અધિકારીઓ ધ્વારા રાત્રીના સમયે ૯ ( નવ) જેટલા ટ્રેલર ગાડી પકડવામાં આવી હતી અને તેઓ પાસે પાસ પરમીટ માંગવામાં આવી હતી ત્યારે ૯ જેટલા ટ્રેલર ગાડીમાં પાસ પરમીટ માં જણાવ્યા મુજબ વજન વધારે જણાતા ખાન ખનીજ વિભાગ દ્વારા ૯ ટ્રેલરને ગોધરા ખાતે વજન કાંટા કરવા માટે લઈ જવાયા હતા ત્યારે વધારે ઉલેખનિય તો તે છે કે આ ગ્રેનાઈટ પથ્થરની ગાડીઓ જાણે રાત્રે લાઈનો લાગતી હોય છે અને ટ્રેલરોમાં ભારે વજન સાથે અને પથ્થરને કોઈપણ પ્રકારની સુરક્ષા બેલ્ટ માર્યા વગર લઈ જવાય છે ૬ માસ પહેલા આ મોટા પથ્થરો લુણાવાડા આવેલા પાનમ બ્રીજ પાસે ચાલુ ગાડીએ પડી જવાની ઘટના બની હતી પરંતુ સદનસીબે કોઈ જાન હાનિ થઈ ન હતી આજ પથ્થરો ભરેલ ટ્રેલર નગરમાં ભરચક વિસ્તારમાં થી પસાર થાય છે કોઈપણ જાતની સુરક્ષા વગર તેને લઈ જવાયા છે તો કોઈ અનિશ્ચિય બનાવ બને તો તેનો જવાબદાર કોણ ?

રિપોર્ટર વિનોદ પગી
પંચમહાલ, શહેરા


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.