ફેંકી દેવાયેલા પાઉડર પર વરસાદ પડતાં એમોનિયા ફેલાયો, લોકોને આંખમાં બળતરા થઈ અને શ્વાસ લેવામાં તકલીફ પડી
માધવ, ગોકુલપાર્ક, હરસિધ્ધિ, પીઠડ આઇ અને રઘુનંદન સોસાયટીમાં રહેતા 10 હજારથી વધુ લોકો કલાકો સુધી ઘરમાં પુરાઇ રહ્યા
ઉદ્યોગોના કેમિકલ અને પાઉડરનો અયોગ્ય રીતે નિકાલ કરાતો હોવાથી પાણી દૂષિત થતા હોવાની અગાઉ અનેક ફરિયાદો ઉઠી છે ત્યારે મંગળવારે રાત્રે માંડાડુંગર પાસેની સોસાયટીમાં ઉદ્યોગમાં ઉપયોગમાં આવતો પાઉડરનો જથ્થો કોઇએ ફેંકી દીધો હતો અને આ જથ્થા પર વરસાદ પડતા ઝેરી ધુમાડો ફેલાતા એ વિસ્તારની સોસાયટીમાં રહેતા હજારો લોકોને આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી, ઘટનાને પગલે ફાયરબ્રિગેડ, ડિઝાસ્ટરની ટીમ અને પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.