સંતોષ ભેળ નજીક સ્લેબ ધરાશાયી થવાની ઘટનામાં ગંભીર રીતે ઘાયલ વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું - At This Time

સંતોષ ભેળ નજીક સ્લેબ ધરાશાયી થવાની ઘટનામાં ગંભીર રીતે ઘાયલ વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું


રાજકોટનાં યાજ્ઞિક રોડ નજીકનાં સર્વેશ્વર ચોક ખાતે સ્લેબ ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. જેમાં 13 જેટલા લોકોને સારવાર માટે સિવિલમાં તેમજ અન્ય એક વૃદ્ધાને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ગઈકાલથી જ 63 વર્ષીય ભાવનાબેન ઠક્કર નામના આ વૃદ્ધા વેન્ટિલેટર પર હતા. જેમનું આજે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવને પગલે પરિવારમાં શોકની લાગણી ફરી વળી છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.