સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે આઈ.ટી.આઈ ખાતે જિલ્લા કક્ષાનો મેગા જોબફેર યોજાયો. - At This Time

સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે આઈ.ટી.આઈ ખાતે જિલ્લા કક્ષાનો મેગા જોબફેર યોજાયો.


બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

જોબફેરમાં કુલ 366 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી.

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા જિલ્લા રોજગાર કચેરી તથા નોડલ આઈ.ટી.આઈ. સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે આઈ.ટી.આઈ સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કક્ષાનો મેગા જોબફેર યોજાયો હતો આ જોબફેરમાં કુલ 587 ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. કુલ 415 જગ્યા સામે 366 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લાની નામાંકિત કંપનીઓ તેમજ જિલ્લા બહારની એમ કુલ ૨૦ કંપનીઓએ આ જોબફેરમાં ભાગ લીધો હતો હાજર રહેલી ખાનગી કંપનીઓની જુદી જુદી જગ્યાઓ માટે કુલ 366 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી હાજર નોકરીદાતા તેમજ રોજગાર વાંચ્છુ ઉમેદવારો માટે ઇન્ટરવ્યૂની બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી હતી રિઝ્યુમ મેકિંગ સેમિનાર અંતર્ગત 300 ઉમેદવારોને રિઝ્યુમ અંગેની માહિતી અને ફોર્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ જોબફેરમાં નગરપાલિકા પ્રમુખ જિજ્ઞાબેન પંડ્યા, જિલ્લા રોજગાર અધિકારી એમ જે પ્રજાપતિ, નોડલ આઈ.ટી.આઈ. આચાર્ય પી.કે.શાહ તેમજ મોટી સંખ્યામાં રોજગાર વાંચ્છુ ઉમેદવારો અને નોકરીદાતા હાજર રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.