શહેરા નાડા ગામને જોડતા મેઈન રસ્તા પર મસ મોટું ગાબડું જોવા મળ્યું - At This Time

શહેરા નાડા ગામને જોડતા મેઈન રસ્તા પર મસ મોટું ગાબડું જોવા મળ્યું


શહેરા

આમ્બુડી બસ સ્ટેશન પાસે મેઈન રોડ નો અડધો ભાગ ભુવા મા ફેરવાયો

શહેરા નગરમાંથી નાડા ગામને જોડતો 20 કિલોમીટર અંતર ડામર રોડ સ્ટેટ RMB દ્વારા બનાવવામાં આવ્યો હતો જેમાં હાલમાં જ રસ્તાની હાલત ખરાબ હોવાના કારણે તેને સ્ટેટ RMB દ્વારા રી સરફેરિંગમાં કામ કરવામાં આવ્યું હતું પણ ચોમાસાની ઋતુ ચાલુ થતા હાલ કોન્ટ્રાકટર દ્વારા કામ બંધ કરવામાં આવ્યું હતું રોડની હાલત વધારે ખરાબ થતા વાહન ચાલકોની હાલત કફોડી બની રહી છે ત્યારે શહેરા નાડા ગામ વચ્ચે આવેલા આમ્બુડી બસ સ્ટેશનની આગળ અડધા રોડ પર ભુવો જોવા મળ્યો હતો આ ભુવો મેઈન રોડ અને વળાંક ને અડી ને હોવાના કારણે રાત્રીના અંધારામાં અકસ્માતની ભીતિ સેવાઇ રહી હતી ત્યારે સ્થાનિકો દ્વારા આ ભુવાની વહેલી તકે પૂરી અને રસ્તો બનાવે તેવી માંગ ઉભી થઇ હતી

રિપોર્ટ. વિનોદ પગી
શહેરા.પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.