ભલગામ ગામે ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિતે આયુષ્યમાન ભારત કાર્ડ કેમ્પ યોજાયો - At This Time

ભલગામ ગામે ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિતે આયુષ્યમાન ભારત કાર્ડ કેમ્પ યોજાયો


ભલગામ ગામે ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિતે આયુષ્યમાન ભારત કાર્ડ કેમ્પ યોજાયોવિસાવદરતા.વિસાવદર તાલુકાના ભલગામ ગામે મહિલા સરપંચશ્રી જ્યોત્સનાબેન ગોધાણી દ્વારા ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિતે આરોગ્યલક્ષી આયુષ્યમાન ભારત કાર્ડ (દવાખાનાનું કાર્ડ)ની સમય મર્યાદા પૂર્ણ થયેલ હોય તો તે કાર્ડ રીન્યુ કરવા માટે /નવા કઢાવવા માટેનો બુધવાર ના રોજ રાત્રે આરોગ્યલક્ષી આયુષ્યમાન ભારત કાર્ડ (દવાખાનાનું કાર્ડ) માટેનો ગામમાં જ કેમ્પ રાખવામાં આવ્યો આ કેમ્પમાં ૩૦ કરતા વધારે પરિવારોએ આ કેમ્પનો લાભ લીધો આ કામગીરીથી આઝાદીની જાગૃતિ ફેલાવનાર આઝાદીના લાડવૈયા લોક માન્ય ગંગાધર તિલકની રાષ્ટ્ર જાગરણની ભાવના જોવા મળી,વધુમાં સરપંચશ્રી દ્વારા જણાવવામાં આવ્યું કે સામાજિક પર્વ નિમિતે દરેક સરપંચશ્રી કે ગ્રામ પંચાયત દ્વારા આ પ્રકારના આયોજન કરે તો જરૂરિયાતમંદ લોકો ને સરકારશ્રીની યોજનાનો વધુ ને વધુ લાભ મળે તેવા હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.