કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર દ્વારા આલિદ્રા ગામે કિચન ગાર્ડન પર સેમિનાર યોજાયો*
*કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર દ્વારા આલિદ્રા ગામે કિચન ગાર્ડન પર સેમિનાર યોજાયો*
----------
*૪૫ કરતા વધુ ખેડ઼ૂત મહિલાઓએ ભાગ લઈ રજૂ કર્યા પોતાના પ્રતિભાવો*
----------
ગીર સોમનાથ,તા.૨૧: કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર દ્વારા પ્રકૃતિક પોષણ અભિયાન અને કિચન ગાર્ડન વિષે ક્ષેત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર દ્વારા સુત્રાપાડા તાલુકાનાં આલીદ્રા ગામે કિચન ગાર્ડન વિષે ક્ષેત્ર દિવસ ઉજવાયો હતો. જેમાં ગામની ૪૫ કરતા વધુ ખેડૂત મહિલાઓ તથા કિશોરીઓએ ભાગ લીધો હતો
આલિદ્રા ગામના બહેનોને ત્રણ મહિના અગાઉ અગ્ર હરોળ નિદર્શનના ભાગ રૂપે સુધારેલી જાતના શાકભાજીના બિયારણ જેવાકે ચોળી, ભીંડા, ગુવાર, ગલકા, તુરીયા, રીંગણી, ટમેટી, મરચી, તાંદળજો તથા સરગવાના બિયારણ આપેલા હતા. જેથી બહેનોએ વિવિધલક્ષી શાકભાજીનું વાવેતર કર્યું હતું અને આ કાર્યક્રમમાં પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા.
કેવિકેના વિષય નિષ્ણાંત ડૉ.હંસાબેન ગામી દ્વારા આહાર અને પોષણનું મહત્વ, ફળ તથા શાકભાજીનો આહારમાં ઉપયોગ અને અભાવથી થતાં રોગો વિષે સમજ આપવામાં આવી હતી અને કેવિકેના વડા શ્રી જીતેન્દ્ર સિંઘ દ્વારા સાત રંગોથી ભરપૂર પોષણ થાળી ખાવા માટે કેટલા છોડ વાવવા જોઇએ અને શું માવજત કરવી જોઈએ તે અંગે વિગતે માહિતી આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રીમતી હર્ષાબેન ઝાલાએ ખૂબ જ સહકાર આપ્યો હતો.
00 000 00 000
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.