વિસાવદર મામલતદાર કચેરી સામે ચાલતા આધારકાર્ડ કાઢવાની સરકારી એજન્સી દ્વારા લૂંટ - At This Time

વિસાવદર મામલતદાર કચેરી સામે ચાલતા આધારકાર્ડ કાઢવાની સરકારી એજન્સી દ્વારા લૂંટ


વિસાવદર મામલતદાર કચેરી સામે ચાલતા આધારકાર્ડ કાઢવાની સરકારી એજન્સી દ્વારા લૂંટ
વિસાવદરતા. વિસાવદર મામલતદાર કચેરી સામે ચાલતા આધારકાર્ડ કાઢવાની એજન્સી દ્વારા અરજદારો પાસેથી
બેફામ લૂંટ ચલાવાતી હોવાની વ્યાપક પ્રમાણમાં ફરિયાદો થયેલ છે આ બાબતે વિસાવદરના મનોજભાઈ સોલંકી તેમના પિતા કાળુભાઇના આધારકાર્ડમાં મોબાઈલ નંબર લીક કરાવવા જતા અરજદાર પાસેથી હાજર ઓપરેટર દ્વારા રૂપિયા સો ની માંગણી કરવામાં આવેલી અને અરજદારે આ રકમ હાજર ઓપરેટર ને આપેલ અને તેની પહોંચ માગતા આની પહોંચ ન મળે તમારી આ રકમ સરકારમાં જમા થઈ ગઈ છે તેવું જણાવેલ તેથી આ બાબતે અરજદાર દ્વારા સ્થાનિક મામલતદાર, પ્રાંત અધિકારી, તથા કલેકટરશ્રી જુનાગઢ ને ઉદ્દેશીને તાલુકાની પ્રજાને લૂંટતા આવા લોકો સામે પગલાં ભરવા તથા આધારકાર્ડમાં લેવામાં આવતી ફી ની પહોંચ આપવા રજુઆત કરેલ હોવાનું એક અખબારી યાદીમાં જણાવ્યું છે

રિપોર્ટ હરેશ મહેતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.