હળવદ શાળા નંબર-4 હળવદ ખાતે CRC કક્ષાનો ગણિત-વિજ્ઞાન મેળો યોજાયો
હળવદ- મોરબી દરવાજા બહાર આવેલ સરકારી શાળા નંબર-4 ખાતે આજે CRC કક્ષાના ગણિત-વિજ્ઞાન મેળાનું વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સુંદર આયોજન થયું હતું.
સમગ્ર કાર્યક્રમની સુંદર શરૂઆત સમૂહ પ્રાર્થનાથી થઈ ત્યાર બાદ શાળાના આચાર્ય રાજેશભાઈ જાકાસણીયા,CRC શ્રી કેતનભાઈ પટેલ તથા ગણિત-વિજ્ઞાનના શિક્ષકો દ્વારા રિબિન કાપી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો.
વિજ્ઞાન મેળો કુલ 5 વિભાગમાં યોજાયો હતો જેમાં સરકારી અને ખાનગી શાળાના મળીને કુલ 12 જેટલી શાળાઓએ વિવિધ વિભાગોમાં ભાગ લીધો હતો.જેમાં આશરે કુલ 18 જેટલા વિવિધ વિજ્ઞાનના પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા.જેમાં હાઇડ્રોપોનિક્સ ખેતી,સોલાર ટ્રેકર,મોડર્ન ડિફેન્સ સ્ટિક,સેફ્ટીકાર ડ્રાયવિંગ મોડેલ,રિવર ક્લિનિંગ બોટ,હાઇડ્રોલિક બ્રિજ,સ્મોકિંગ મોડેલ,રેઇન વૉટર હાર્વેસ્ટિંગ જેવા વિવિધ ગાણિતિક અને વૈજ્ઞાનિક મોડેલો બાળ વૈજ્ઞાનિકો દ્વારા રજૂ થયા હતા જે અંતર્ગત નિર્ણાયકશ્રીઓ તરીકે રાજેશસાહેબ,ચેતનસાહેબ તથા હરદેવસિંહ સાહેબે સુંદર ભૂમિકા ભજવી હતી આમ CRC કક્ષાનો બાળ વિજ્ઞાન મેળો 2023નું સુંદર અને સફળ રીતે આયોજન સંપન્ન થયું હતું.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.