સાર્વત્રિક વરસાદને કારણે શહેરા તાલુકામા આવેલા તળાવો અને નદીનાળાઓ છલકાઈ ગયા
શહેરા-
પંચમહાલ જીલ્લામા પડેલા સાર્વત્રિક વરસાદને કારણે શહેરા તાલુકામા આવેલા તળાવો અને નદીનાળાઓ છલકાઈ ગયા હતા. જીલ્લાની જીવાદોરી સમાન ગણાતો પાનમડેમ પણ સંપુર્ણ ભરાઈ ગયો છે. ભાદરવા મહિનામા પડેલા વરસાદથી હવે ખેડુતો શિયાળુ પાકની ખેતી કરવામા ફાયદો થશે. વરસાદને કારણે શહેરા તાલુકામા આવેલી નદીઓ પણ બે કાંઠે વહેતી જોવા મળી હતી.શહેરાના ખાંડીયા પાસે આવેલી કુણ નદીમાં નવા નીરની આવક થવા પામી હતી.શહેરા તાલુકામા આવેલા મોટા ભાગના તળાવો છલકાઈ ગયા હતા.તાલુકાના લાભી ગામે આવેલુ સિંચાઈ તળાવ છલોછલ ભરાઈ ગયુ હતુ. સાથે કોતરોમા પણ ભારે પાણી આવ્યુ હતુ.પાનમ હાઈલેવલ સિંચાઈ કેનાલમા પણ પાણી વહેતુ જોવા મળ્યુ હતુ. સાર્વત્રિક વરસાદને કારણે કુવાઓ પણ છલકાઈ ગયા છે.વરસાદને કારણે શિયાળા અને ઉનાળામા પાણીની સમસ્યા સર્જાવાની શક્યતા નહીવત દેખાઈ રહી છે. પાનમડેમ પણ છલોછલ ભરાઈ ગયો છે.
રિપોર્ટર વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.